
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલ, 2025 થયેલા હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ રેકી કર્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં છ આતંકવાદીઓ સામેલ હતા. માહિતી મળી છે કે હુમલાખોરોએ 1 થી 7 એપ્રિલ દરમિયાન આ વિસ્તારની રેકી કરી હતી. સુરક્ષા દળોને ઘટના સ્થળથી થોડે દૂર નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓએ તેનો ઉપયોગ કર્યો હશે. પહેલગામ હુમલા અંગે ગુપ્તચર સૂત્રોએ મોટો ખુલાસો કર્યો છે. કુલ છ આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા છે. આ હુમલાનું કાવતરું TRF કમાન્ડર સૈફુલ્લાહએ ઘડ્યું હતુ. હાલ સુરક્ષા દળો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે .
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો ,30 લોકોની નિર્દયતાથી હત્યા
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 30 લોકોની ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવ્યા છે. પોલીસ વેશમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓનો ધર્મ પૂછી ગોળીબાર કર્યો હતો. આતંકીઓએ પ્રવાસીઓને કલમા પઢવાનું કહ્યું હતુ. જો કે પ્રવાસીઓએ તેમ ન કરતાં ગોળીઓ ધરબી હત્યા કરી નાખી હતી. આતંકીઓએ હિંદુઓની ઓળખ કરી ગોળી મારી છે. આ હુમલામાં ગજરાત, ઓડિસા સહિત રાજ્યના લોકોના મોત થયા છે. જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક લોકોના મોત થયા છે.
TRF એ હુમલાની જવાબદારી લીધી
આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ સ્વીકારી છે. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે.
મોદી અરેબિયાનો પ્રવાસ અધૂરોમાં મૂકી પાછા ભારત આવ્યા
હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને પરત ફર્યા છે. પીએમ મોદીએ આ ઘટનાની કડક નિંદા કરી છે. મોદીએ બુધવારે સવારે સાઉદી અરેબિયાથી એરપોર્ટ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ પહેલા પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને જરૂરી પગલાં લેવા અને કાશ્મીર પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે તમની નોટબંધી બાદ પણ આતંકવાદ ખતમ ન થતાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર ઘટના સ્થળે કોઈ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હતી. તો આટલા ખતરારુપ સ્થળ પર સરકારે સુરક્ષા કેમ ગોઠવી ન હતી. તે પણ એક સવાલ છે.
પ્રવાસીઓ પર ગોળીબાર
શાહે તાત્કાલિક પોતાના નિવાસસ્થાને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી અને પછી શ્રીનગર પહોંચ્યા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ બપોરે લગભગ 3 વાગ્યે બૈસરન ખીણમાં એક ઘાસના મેદાનમાં ઘૂસી ગયા હતા અને પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેઓ ફૂડ સ્ટોલની આસપાસ ફરતા હતા અને ઘોડાઓ પર સવારી કરી રહ્યા હતા.
સેના દ્વારા તપાસ
સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ આતંકવાદીઓ માટે શોધ અભિયાન શરૂ કર્યું અને પહેલગામ અને આસપાસના વિસ્તારોમાં સંપૂર્ણ નાકાબંધી લગાવી દીધી. તમામ મહત્વપૂર્ણ માર્ગો પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટર દ્વારા આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
NIA તપાસ કરશે
આ અત્યાર સુધીનો નાગરિકો પરનો સૌથી મોટો હુમલો છે. TRF એ જ આતંકવાદી જૂથ છે જે ડોડા-કિશ્તવાડ વિસ્તારમાં સક્રિય હતું. આમાં સ્થાનિક મદદગારો પણ સામેલ હોવાની શંકા છે. આ હુમલાની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) દ્વારા કરવામાં આવશે.
શાહે રાજભવન ખાતે LG અને CM સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે મોડી રાત્રે શ્રીનગર પહોંચ્યા. તેઓ એરપોર્ટથી સીધા રાજભવન ગયા અને ઉપરાજ્યપાલ મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા સાથે બેઠક યોજીને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે ગૃહમંત્રીને હુમલાની માહિતી આપી. ગૃહમંત્રી બુધવારે પહેલગામની મુલાકાત લઈ શકે છે. સીએમ ઓમર અબ્દુલનાએ કહ્યું કે આ હુમલો ઘૃણાસ્પદ છે. તેના ગુનેગારો પ્રાણીઓ છે, અમાનવીય અને ઘૃણાસ્પદ. નિંદા કરવા માટે કોઈ શબ્દો પૂરતા નથી.
જ્યા હુમલો થયો તે કેવો વિસ્તાર છે?
પહેલાગામની જે ખીણમાં હુમલો થયો ત્યા કોઈ પણ વાહન જઈ શકે તેવી સ્થિતિ છે. પહાડી અને બરફિલો વિસ્તાર છે. અહીં ઘોડા પર મુસાફરી થાય છે. જેથી ઈજાગ્રસ્તો અને મૃતકોને પણ ઘોડા પર લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત, કુલ મૃત્યુઆંક 30
આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? | Olympics Planning
Pahalgam Terror Attack Update । આતંકવાદી હુમલામાં ગુજરાતી મુસાફરો સહિત 27ના મોત
NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી