
અમરેલી લેટરકાંડમાં રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઈ છે. જોકે, વરિષ્ઠ વકિલ આનંદ યાજ્ઞિક SP સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવું કહ્યું છે. SITની ટીમ ગઇકાલે મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જતાં કોંગેસ નેતા પરેશ ધાનાણી આવી ચેકઅપ કરાવતી SIT ટીમને રોકી હતી. અને મેડિકલ તપાસ કરવા દીધી ન હતી.
ત્યારે આજે પાયલ ગોટી SP ઓફિસ પહોંચી હતી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી.
બીજી બાજુ પાયલ ગોટીએ મેડિકલ તપાસ કરવાની ના પાડી દેતાં મામલો પેચીદો બન્યો છે. SITની ટીમને મેડિકલ તપાસ કરાવવી છે. જો કે પાયલ ગોટી અને તેના વકીલે ના પાડી દીધી છે. વકિલનું કહેવું છે તે SIT પર ભરોસો નથી. વકીલે આક્ષેપ કર્યો છે કે દીકરીને પગના તળિયામાં 29 ડિસેમ્બરે તારીખે માર માર્યો અને આજે 10 દિવસ પછી તાપસ કરવો છો?.
આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: હિમાલયા મોલમાં આગ લાગતાં ભાગદોડ