Pharmacy industry:રાજ્યમાં આશરે 32 હજાર મેડિકલ સ્ટોર પૈકી 18 હજાર સ્ટોર ફાર્માસિસ્ટ વગર જ ચાલી રહ્યા હોવાની વાતો વચ્ચે હવે નવો કડક કાયદો અમલમાં આવતા સબંધિત વર્તુળોમાં ચર્ચા જાગી છે અને વેપારીઓ આ મુદ્દે જુદી જુદી પ્રતિક્રિયા આપી રહયા છે જેમાં હોસ્પિટલના મેડિકલને આમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યું વગરે મુદ્દે પણ ચર્ચાઓ ઉઠી છે.
વિગતો મુજબ કેન્દ્ર સરકારના 2023 માં પસાર કરવામાં આવેલા જન વિશ્વાસ (સુધારાની જોગવાઈ) એક્ટ મુજબ મેડિકલ સ્ટોરમાં દવાઓના વિતરણ સંબંધિત જોગવાઈઓનો અમલ હવે ગુજરાતમાં તા. 9 ડિસેમ્બર 2025 થી શરૂ કરવાની જાહેરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી.
નવા નિયમો પ્રમાણે હવેથી રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં મેડિકલ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલી દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજીસ્ટર્ડ ફાર્મસીસની હાજરીમાં જ કરવાનું રહેશે,જો ફાર્માસિસ્ટ ગેરહાજર હોય અને દવાનું વેચાણ કરાશેતો તે ફાર્માસિસ્ટને ₹2 લાખ સુધીનો દંડ અને સાથે ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પહેલાં રૂ. 1 હજાર રૂપિયાનો દંડ અને બે દિવસ માટે મેડિકલ સ્ટોર બંધ રાખવાની સજાની જોગવાઈ અમલમાં હતી.
રાજ્યમાં મોટાભાગે અગાઉ ફાર્માસિસ્ટના લાઇસન્સ પર મેડિકલ સ્ટોર ખુલતા હોવાનું અને ફાર્માસિસ્ટ વગર જ દવાઓ અપાતી હોવાની વાતો હતી પણ હવે આવું નહિ ચાલે તેમ નવો કાયદો કહે છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં જશવંત પટેલ શુ કહે છે તે સાંભળો,પ્રસ્તુત છે વિડીયો The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








