ચોટીલામાં પોલીસે રેડ પાડીને 31 લાખનો દારૂ ઝડપી પાડ્યો; કાર્યવાહીમાં ખબર પડી કે….

  • Gujarat
  • December 24, 2024
  • 0 Comments

રાજ્યમાં થઈ રહેલા ગુનાહિત કૃત્યો પાછળ ક્યાંકને ક્યાંક બીજેપીના નેતાઓની સંડોવણી સામે આવી રહી છે. એક વખત ફરીથી બીજેપીના એક આગેવાન મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો વેપલો કરતો હોવાનું સામે આવતા ચકચાર જામી છે. ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ અસામાજિક તત્વો બે નંબરના ધંધાઓ કરતાં હોવાની બૂમરાણ પાછલા ઘણા સમયથી થઈ રહી છે. પરંતુ પાર્ટી માત્ર કાર્યકર્તા કે આગેવાનને પાર્ટીમાંથી સસ્પેન્સ કરીને હાથ ઉંચા કરી લે છે.

બીજેપી વોટ માટે ગુંડા તત્વોને પોતાની પાર્ટીમાં વેલકમ કરતી રહી હોવાના પણ આરોપ કોંગ્રેસ લગાવતી રહી છે. તેવામાં ચોટીલમાં એક બીજેપી આગેવાનની ધરપકડ કરવામાં આવી છે, જે મોટા પાયે દારૂનો ધંધો કરતો હતો. સ્ટેટ મોનિટરિંગે સેલે રેડ પાડીને 31 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો.

ચોટીલા શહેર અને તાલુકામાં દેશી- ઇંગ્લીશ દારૂનાં ધંધો ફુલોફાલ્યો હોવાના અહેવાલો બાદ ગત રાત્રીનાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ કટીંગ ઉપર નાવા ગામની સીમમાં છાપો મારતા નાસભાગ મચી ગઇ હતી. બીજી તરફ રાજ્યની ટીમનાં દરોડા સમયે સ્થાનિક પોલીસે પણ ઇંગ્લીશ દારૂની રેડ કરી જથ્થો ઝડપી પાડતા દારૂનાં વેપારમાં રાજકીય સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી સાંજે થાનરોડ ઉપરનાં નાવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજા વાળી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઇંગ્લીશ દારૂના કટીંગ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગરો દિવાલો કુદીને પોતાના વાહનો મુકીને નાસી છુટ્યા હતા. પરંતુ આ દરોડામાં દુધનાં ટેન્કર જેવું કચ્છ પાસગનું મોટું ટેન્કર સાથે છોટા હાથી, બોલરો પીક અપમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 5433 (કિંમત રૂ.31,02, 243), રોકડ રૂ.7000 સાથે વાહનો મળી કુલ રૂ. 66.09.243ના મુદ્દામાલ સાથે નાવા ગામના વિજય મંગાભાઇ ચૌહાણને પકડી પાડી પુછતાછ કરતા છેલ્લા ચારેક વર્ષથી કમલેશ ભીમજીભાઇ ઢોલાની વાડીની વાડીની દેખરેખ અને રખેવાળી રાખતો હોવાનું જણાવ્યું હતું.

પોલીસની છાપામારીમાં એક પીક અપ વાહન તેમજ આરોપીઓ ભાગી છુટયા હતા આ ગુનામાં સ્ટેટ ની ટીમે પકડાયેલ જથ્થાનું કટીંગ કરાવનાર ચોટીલાનાં ગુંદા (ખડ) ગામનાં રાજુભાઇ શીવાભાઇ પરાલીયા ચોટીલા તાલુકા પંચાયતના સદસ્ય ચતુરભાઇ શીવાભાઇ પરાલીયા, રાજકોટના રાહુલ બાબરીયા ઉર્ફે ઢબુ, ચોટીલાનાં નાવા ગામનો મુકેશ ઉર્ફે મુકો હકાભાઇ કોળી, ટેન્કર, બોલરો પીક અપ તેમજ છોટા હાથી જેવા વાહનોના ચાલક અને માલિક કટીંગ દરમ્યાન નાસી જનારા, જથ્થો પુરો પાડનારા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો નોંધાવ્યો હતો.

સ્ટેટ વિજીલન્સનાં દરોડા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગયેલ હતી જેઓએ નાની મોલડી સીમ વિસ્તાર પડતર જમીનમાં રાખેલ ઇંગ્લીશની 540 બોટલ, બીયર ટીન નંગ 384 કુલ 3.15.834 મુદ્દામાલ પકડી પાડી સાયલાનાં ઢીકવાળી ગામનાં અરવિંદ ગોરધન બારૈયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

એસએમસીના દરોડા દરમિયાન તા.પં. ના મહિલા સદસ્યનો પુત્ર સુરેશ જીવણભાઈ મકવાણા (રહે. પાળિયાદ) દારૂની બોટલ નંગ 1128, રોકડા રૂ.2500 અને વાહન મળી કુલ રૂ.13,46,888ના મુદ્દામાલ સાથે ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    • August 11, 2026
    • 2 views
    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    • August 11, 2026
    • 2 views
    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    • August 11, 2026
    • 4 views
    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    • August 11, 2026
    • 4 views
    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

    • August 11, 2026
    • 8 views
    Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

    VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

    • August 11, 2026
    • 10 views
    VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો