
- પ્રવેશ વર્મા દિલ્હીના નવા નાયબ મુખ્યમંત્રી; શપથગ્રહણના ચાર કલાકોમાં વિભાગોની વહેંચણી
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ ગ્રહણના માત્ર સાડા ચાર કલાક પછી મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. દૈનિક ભાસ્કરના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ રેખા ગુપ્તાએ ગૃહ અને નાણાં મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે.
નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તેમને શિક્ષણ, પરિવહન અને પીડબ્લ્યુડીની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવેશ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતા. વિભાગોના વિભાજન અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કદાચ નવી સરકાર કાલે આ અંગે નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો-પ્રયાગરાજમાં 26 ફેબ્રુઆરી સુધી શાળાઓ ઓનલાઈન: આજે 86 લાખ લોકોએ કર્યું પવિત્ર સ્નાન