UP Crime: પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને બનાવી હવશનો શિકાર: સરકારી નોકરીની લાલચ આપતો, 59 વીડિયો મળ્યા

  • India
  • March 18, 2025
  • 1 Comments

UP Crime: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને ગુણ વધારી આપવા સહિત સરકારી નોકરી આપાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના હાથરસમાં આવેલી પીસી બાગલા ડિગ્રી કોલેજ બની છે. હાલ આરોપી પ્રોફેસર ફરાર છે. પોલીસને 59 વીડિયો મળ્યા છે.  પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ડીએમ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ વિદ્યાર્થીનીઓના જાતીય શોષણના કેસની તપાસ શરૂ કરી દીધી છે. સોમવારે  સમિતિએ પ્રોફેસરને નોટિસ ફટકારી છે. બીજી તરફ, પોલીસ પણ બાગલા ડિગ્રી કોલેજ પહોંચી અને પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. પોલીસે કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફની પણ પૂછપરછ કરી છે.

પીસી બાગલા ડિગ્રી કોલેજના ભૂગોળ વિભાગના વડા ડૉ. રજનીશ વિરુદ્ધ હાથરસ ગેટ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીનીઓના બાળાત્કારની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કિસ્સામાં શહેરમાં રહેતી એક છોકરીએ પણ ડીએમને ફરિયાદ કરી છે, જેના પર તેમણે ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં એસડીએમ સદર નીરજ શર્માને અધ્યક્ષ, સીઓ યોગેન્દ્ર કૃષ્ણ નારાયણ, તહસીલદાર ચંદ્ર પ્રકાશ સિંહ અને બીએસએ સ્વાતિ ભારતીને સભ્ય બનાવવામાં આવ્યા છે.

ડીએમએ સમિતિને તપાસ પૂર્ણ કરીને સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. સમિતિએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સોમવારે આરોપી પ્રોફેસરને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ સોમવારે હાથરસ ગેટ પોલીસ સ્ટેશન પણ કોલેજ પહોંચી હતી અને કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ અને શિક્ષકોની પૂછપરછ કરી હતી. પોલીસે કોલેજમાં લાગેલા કેમેરા, આરોપીનો ફોનને તપાસ્યો છે. હાલ  59 વીડિયો અને ફોટામાં દેખાતા ચહેરાઓને કોલેજ ડેટાબેઝ સાથે મેચ કરી રહી છે.

પીસી બાગલા ડિગ્રી કોલેજના ભૂગોળ વિભાગનો પ્રોફેસર રજનીશ કુમાર વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવાના 59 વીડિયો અને ફોટા પોલીસને મળ્યા છે. આમાં દેખાતા ચહેરાઓને કોલેજ ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ઓળખી શકાય અને તેમનો સંપર્ક કરી શકાય. પીડિત વિદ્યાર્થીઓ જાહેર શરમના કારણે આગળ આવવાનું ટાળી રહ્યા છે. જે વીડિયો અને ફોટા સામે આવ્યા છે તેમાં અલગ-અલગ વિદ્યાર્થીનીઓ જોવા મળી રહી છે. તેમાંથી કેટલીક તો કોલેજ યુનિફોર્મમાં છે.

આરોપી પ્રોફેસર ફરાર, ઘરે મળ્યો નહીં કે કોલેજ પહોંચ્યો નહીં

આ મામલો હાથરસથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ પ્રોફેસરના ઘરે પણ પહોંચી, પણ તે મળ્યો નહીં. સોમવારે કોલેજ પણ આવ્યો ન હતો. જેથી તે તપાસનો ધમધમટા શરુ થતાં ફરાર થઈ ગયો છે.

આરોપી પ્રોફેસર સસ્પેન્ડ

હાથરસની પીસી બાગલા ડિગ્રી કોલેજના ભૂગોળ વિભાગના ઇન્ચાર્જ ડૉ. રજનીશ કુમારના વિદ્યાર્થીનીઓ સાથેના અશ્લીલ વીડિયો સામે આવ્યા છે, જે પ્રોફેસરે પોતે પોતાના મોબાઇલ ફોન પર રેકોર્ડ કર્યા હતા. આવા લગભગ 59 વીડિયો મળી આવ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી કેટલાક વીડિયો તેમણે પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર પણ અપલોડ કર્યા છે. પોલીસ આરોપી પ્રોફેસરની શોધ કરી રહી છે. કોલેજ તંત્રએ પ્રોફેસરને સસ્પેન્ડ કરી  દીધો છે.

લગભગ એક મહિના પહેલા, કેન્દ્રીય મહિલા આયોગ સહિત તમામ પોલીસ વહીવટી અધિકારીઓને એક અનામી ફરિયાદ પત્ર મોકલવામાં આવ્યો હતો. આમાં, પી.સી. બાગલા ડિગ્રી કોલેજના ભૂગોળ વિભાગના વડા અને કોલેજના ચીફ પ્રોક્ટર, પ્રોફેસર ડો. રજનીશ પર જાતીય શોષણના આરોપો લગાવવામાં આવ્યા હતા. CO સિટીએ થોડા દિવસો સુધી આ ફરિયાદ પત્રની તપાસ કરી હતી ઘણા લોકોને ફોન કરીને માહિતી એકત્રિત કરી હતી. ફરિયાદ પત્ર સાથે પોલીસને લગભગ બાર ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા હતા.

આમાંના કેટલાક ફોટા કોલેજની અંદરની ઓફિસોના છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટામાં પ્રોફેસર જનીશ કોલેજની છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. પોલીસે ફોટામાં દેખાતા વિદ્યાર્થીઓના નામ અને સરનામાં શોધવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કોલેજ તંત્રએ પોલીસને કોઈ સહકાર આપ્યો નહીં નથી.

એસપી ચિરંજીવ નાથ સિંહા, અધિક પોલીસ અધિક્ષક અશોક કુમાર સિંહ આ કેસની તપાસ કરી રહ્યા છે. જાહેર શરમના કારણે, છોકરીઓ તેમના નિવેદનો નોંધાવવા માટે આગળ આવી રહી નથી. જો કે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Nagpur Violence: નાગપુરમાં હિંસા કેવી રીતે ફાટી?, વિવાદ ક્યાંથી શરૂ થયો?

આ પણ વાંચોઃ Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓ સાથેની મીટિંગમાં શું નક્કી કરવામાં આવ્યું?

  • Related Posts

    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
    • April 30, 2025

    Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી…

    Continue reading
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી
    • April 30, 2025

    Char Dham Yatra: આજથી ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ભક્તો માટે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીના નામે ધામમાં પહેલી પૂજા કરવામાં આવી હતી. સીએમ…

    Continue reading

    One thought on “UP Crime: પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને બનાવી હવશનો શિકાર: સરકારી નોકરીની લાલચ આપતો, 59 વીડિયો મળ્યા

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

    • April 30, 2025
    • 12 views
    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    • April 30, 2025
    • 16 views
    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    • April 30, 2025
    • 15 views
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    • April 30, 2025
    • 32 views
    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    • April 30, 2025
    • 34 views
    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    • April 30, 2025
    • 34 views
    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?