
બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાના સાંસદો પર મારપીટ કરવાના આરોપ લગાવ્યા છે.
આજે ગુરુવારે સંસદ ભવનના પ્રાંગણમાં દેખાવો દરમિયાન બંને પક્ષોના સાંસદો વચ્ચે ધક્કા મુક્કી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના બે સાંસદો આ ધક્કા મુક્કીમાં ઈજાગ્રસ્ત થયા છે.
આ દરમિયાન BJP સાંસદ પ્રતાપચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. કહ્યું છે કે રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો હતો. જેથી સીડીઓ પરથી પડી ગયો. અહેવાલો અનુસાર, ફર્રુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતને રાહુલે ધક્કો માર્યો હતો અને તે સારંગી પર પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ મામલે ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘‘તેમને કાયદાનું ઉલ્લંઘન કરવાની આદત છે. તેમની ધક્કામુક્કીમાં 2 સાંસદો પડી ગયા અને તેમને ઈજા થઈ. જેથી હત્યાના પ્રયાસની કલમોમાં ફરિયાદ નોંધાવી છે. બીએનએસની કલમ 109 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.
જો કે ચર્ચાઓ થઈ રહી છે કે દેશના મુખ્ય મુદ્દાઓને ભૂલાવા રાજકીય સડયંત્રો રચવામાં આવી રહ્યા છે. હાલ આ મામલાને લઈ દેશમાં ઘમાસણ મચ્યું છે.