રાહુલ ગાંધીનો ઘટસ્ફોટ; નવા મતદાતાઓને લઈને અત્યાર સુધીનો મોટો આરોપ

  • India
  • February 3, 2025
  • 0 Comments
  • રાહુલ ગાંધીનો (Rahul Gandhi) ઘટસ્ફોટ; નવા મતદાતાઓને લઈને અત્યાર સુધીનો મોટો આરોપ
  • એક જ બિલ્ડીંગમાં સાત હજાર નવા મતદાતા ઉમેરાઇ ગયા

સંસદના ચાલુ બજેટ સત્રનો આજે (3 ફેબ્રુઆરી) ત્રીજો દિવસ છે. આ સત્રના ત્રીજા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશ સામેના પડકારો પર ચર્ચા કરી હતી.

આ ઉપરાંત તેમણે આરએસએસ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીની પસંદગી મામલે સરકારને ઘેરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘એક બાજુ આપણે જાતિગત વસ્તી ગણતરી, એસસી-એસટી, ઓબીસીની ભાગીદારી વધારવાની દિશામાં પ્રયાસ કરવાના હતા. જ્યારે બીજી બાજુ વૈશ્વિક ક્રાંતિમાં સહયોગ આપીને ચીનના પડકારોનું ઉકેલ લાવવાની જરૂર હતી.

જો અત્યારે દેશમાં ‘ઇન્ડિ’ ગઠબંધનની સરકાર હોત તો રાષ્ટ્રપતિના સંબોધનમાં આ બાબતોનું ઉલ્લેખ કરવામાં આવ્યું હોત.’

રાહુલ ગાંધીએ સંસદની ચર્ચા દરમિયાન સંઘના પ્રમુખ મોહન ભાગવત પર પ્રહાર પણ કર્યા હતા, તેમણે બંધારણની નકલ બતાવીને કહ્યું કે, ‘દેશમાં આનું (બંધારણનું) શાસન ચાલશે.’

આ પણ વાંચો- બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!

આ વાત પર લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવીને કહ્યું હતું કે, ‘જે વ્યક્તિ ગૃહના સભ્ય નથી, તેમના નામે ચર્ચા ના કરો.’ આ દરમિયાન રાહુલ ગાંધી અને લોકસભા સ્પીકર વચ્ચે તકરાર જોવા મળી હતી.

આ દરમિયાન રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થઇ હતી.

વિધાનસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની કુલ વસ્તી જેટલા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાં 70 લાખ નવા મતદારો ઉમેરાયા હતા.

પાંચ વર્ષ કરતા છેલ્લા પાંચ મહિનામાં વધુ મતદારોને ઉમેરવામાં આવ્યા છે. શિરડીમાં એક જ બિલ્ડિંગમાંથી અચાનક સાત હજાર મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.’

આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, ‘હું કોઇ આરોપ લગાવી રહ્યો નથી. ફક્ત આટલું કહું છું કે કંઇક ગરબડ છે. લોકસભા ચૂંટણી બાદ અચાનક ચમત્કારિક રીતે આટલા બધા મતદારો કઇ રીતે વધી શકે છે.

અમે ચૂંટણી પંચથી લોકસભાની મતદાર યાદી, નામ અને એડ્રેસ આપવાની માંગ કરી હતી. નવા મતદાર મોટા ભાગે એ ભાગમાં ઉમેરાયા જ્યાં ભાજપની સ્થિતિ કમજોર હતી.

અમારી પાસે આ અંગે ડેટા છે. ચૂંટણી અધિકારીની પસંદગી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસે કરવાની હતી, ચીફ જસ્ટિસને હટાવીને ષડયંત્ર ઘડવામાં આવ્યું.’

ઉલ્લેખનિય છે કે, બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી, તે જ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જયારે પહેલી ફેબ્રુઆરીએ તેમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો-મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહ ગંગા નદીમાં ફેંકવામાં આવ્યા: જયા બચ્ચન

Related Posts

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં
  • August 6, 2025

UP: ઉત્તર પ્રદેશના આગ્રામાં 30 વર્ષીય એન્જિનિયર રોહિત કુમારે એક હોટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પેન ડ્રાઇવ અને એક…

Continue reading
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
  • August 6, 2025

Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 4 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 13 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 27 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 11 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત