
Jaipur Hospital Fire: રાજસ્થાનના જયપુરમાં આવેલી સવાઈ માન સિંહ હોસ્પિટલમાં રવિવારે રાત્રે આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. દર્દીઓને તેમના પરિવારજનો હોસ્પિટલના પલંગ સાથે લઈને ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ICUમાંથી ભાગ્યા હતા. આ આગની ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે.
BREAKING: 6 patients have died in a fire at the state-run Sawai Man Singh Hospital in Jaipur, Rajasthan.
The fire started in the ICU on the second floor of the trauma centre building. At the time, there were 11 patients admitted to the ICU, and six of them — two women and four… pic.twitter.com/gluQWhjr7c
— Vani Mehrotra (@vani_mehrotra) October 6, 2025
રાત્રે11:10 વાગ્યે આગ લાગી
અહેવાલો અનુસાર, રાત્રે 11:10 વાગ્યે ટ્રોમા બિલ્ડિંગના બીજા માળે આવેલા ન્યુરો વોર્ડ સ્ટોરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. દર્દીઓએ હોસ્પિટલ સ્ટાફને જાણ કરી પરંતુ ત્યાં સુધીમાં ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો હતો. થોડી વાર પછી ICU માંથી જ્વાળાઓ દેખાઈ રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ICU માં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ફાયર એલાર્મ વાગતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફ અને એટેન્ડન્ટ્સ ગભરાઈ ગયા અને તેમના દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
દર્દીઓને લઈને રસ્તા પર દોડ્યા
હોસ્પિટલ મેનેજમેન્ટે દર્દીઓને અન્ય વોર્ડમાંથી ખસેડવાનું શરૂ કર્યું ત્યારે કર્મચારીઓ તેમના સંબંધીઓ અને તેમના પલંગને લઈને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આ દરમિયાન ઘણી ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા, અને ઘણી મહેનત પછી, આગ પર કાબૂ મેળવ્યો હતો.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે, પરંતુ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આગ લાગ્યા બાદ, દર્દીઓ અને સ્ટાફના જીવને કોઈ જોખમ ન રહે તે માટે સમગ્ર ટ્રોમા સેન્ટર ખાલી કરાવવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન કેટલાક દર્દીઓએ શ્વાસ લેવામાં તકલીફ અને ચિંતાની ફરિયાદ કરી હતી, અને તેમને તાત્કાલિક અન્ય વોર્ડ અને ઇમરજન્સી યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
આગની ઘટના અંગે પરિવારના એક સભ્યને ગુમાવનાર એક વ્યક્તિએ કહ્યું, “તે મારી કાકીનો દીકરો હતો. તે 25 વર્ષનો હતો અને તેનું નામ પિન્ટુ હતું. જ્યારે રાત્રે 11:20 વાગ્યે ધુમાડો નીકળવાનું શરૂ થયું, ત્યારે અમે ડૉક્ટરોને કહ્યું કે દર્દીઓને સમસ્યા થઈ શકે છે. પછી ધીમે ધીમે ધુમાડો વધતો ગયો. જેમ જેમ ધુમાડો વધતો ગયો, ડૉક્ટરો અને નીચે કામ કરતા બધા લોકો બહાર ગયા.”
તેમણે કહ્યું, “પછી અચાનક એટલો બધો ધુમાડો થયો કે અમે દર્દીઓને બહાર કાઢી શક્યા નહીં. છતાં અમે ચાર-પાંચ દર્દીઓને બહાર કાઢવામાં સફળ રહ્યા. મારી કાકીનો દીકરો ત્યાં હતો; તે બિલકુલ ઠીક હતો. એક-બે દિવસમાં રજા મળવાની હતી, પરંતુ તે પહેલાં જ તેનું મૃત્યુ થયું.”
હોસ્પિટલ મેનેજમેન્ટે શું કહ્યું?
ઘટના દરમિયાન 8 દર્દીઓના ગૂંગળામણથી મૃત્યુ થયા છે, અને ઘણા અન્ય લોકોની હાલત ગંભીર છે. SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે, “ટ્રોમા સેન્ટરમાં બીજા માળે બે ICU છે: એક ટ્રોમા ICU અને એક સેમી-ICU. 24 દર્દીઓ હતા; 11 ટ્રોમા ICUમાં અને 13 સેમી-ICUમાં. ટ્રોમા ICUમાં શોર્ટ સર્કિટ થયું, અને આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેનાથી ઝેરી વાયુઓ બહાર નીકળી ગયા. મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન હતા.”
આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે દર્દીઓની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે અને આગને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોની સુરક્ષા અને અગ્નિ સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે.
#WATCH | SMS Hospital fire, Jaipur | “… The ICU caught fire. There was no equipment to extinguish it. There were no cylinders or even water to douse the fire. There were no facilities. My mother passed away…,” says a person who lost a family member in the fire at Jaipur’s… pic.twitter.com/BCV2Sa9jMT
— ANI (@ANI) October 6, 2025
એક દર્દીના પરિવારજનોએ કહ્યું હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા નથી. ઈમરજન્સી એલર્ટ માટે બેલ પણ નથી. હોસ્પિટલમાં પાણીની પણ વ્યવસ્થા નથી. સુરક્ષાના સાધનનો પણ નથી.
આ પણ વાંચો:
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 4 આતંકીને આજીવન કેદ | Jaipur bomb blast
Ahmedabad: પ્લાસ્ટિકના સળિયાથી ‘વિકાસ’, પ્રજાનું જે થવું હોય તે થાય!








