
Rajkot: રાજકોટના એક પ્રખ્યાત કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તાજેતરમાં રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ સાથેની એક બેઠકમાં તેમના આકરા વલણને કારણે ચર્ચામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હર્ષદ પટેલ પર ભાજપના “ટટ્ટુ” બનવાનો આરોપ લગાવ્યો અને રાજકોટમાં ભ્રષ્ટાચારના મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. તેમજ રાજકોટના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ ચૂપચાપ સાંભળતા રહ્યા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ડેપ્યુટી કમિશનને ખખડાવ્યા
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ડેપ્યુટી કમિશનને કડક શબ્દોમાં પટેલને ચેતવણી આપી કે, “અમે તમારી તાકાત તમને ગણાવી દીધી, ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવું થશે.” આ દરમિયાન હર્ષદ પટેલ ચૂપચાપ સાંભળતા રહ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો રાજકીય પ્રભાવ અને આક્રમક અભિગમ ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ ખખડાવતા રહ્યા અને રાજકોટના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ ચૂપચાપ સાંભળતા રહ્યા…#indranilrajyaguru #Congress #BJP #rajkot #Corruption #harshadpatel #viral #viralvideo #ZEE24KALAK pic.twitter.com/YhwgARXhMC
— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2025
અધિકારીઓને ભાજપના ટટ્ટું ગણાવ્યા
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, ચોર અધિકારી અને ભાજપ છે. તમે લોકો ચોર છો અને અમે શાહુકાર છીએ તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે. અમે તોફાન કરીએ તો પોલીસ અમને બે પાંચ દિવસ જેલમાં રાખી શકે અમે બળાત્કારી કે લૂંટણીયા નથી કે, અમને ઝાઝા જેલમાં રાખી શકે. પોલીસની તાકાત ચાર લાઠીઓ મારવાથી વધારે નથી. આ લોકશાહી છે એટલે જરા પણ ભાજપના ટટ્ટું બન્યા, તો જોવા જેવી થાશે, તમારી તાકાત અમે તમને જણાવી દીધી, પોલીસની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી. નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. પ્રજાના પૈસાનો પગાર લ્યો છો અને ગોઠણીએ ભાજપના પડી ગયા છો. શરમ છે કે, નઈ, હવે તમે કેદી સુધરશો તે અમને કહો.
ઈન્દ્રનીલ રાજ્યગુરુનો ઇતિહાસ
ઈનદ્રનીલ રાજ્યગુરુનો ઇતિહાસ પણ રાજકોટની રાજનીતિમાં નોંધપાત્ર રહ્યો છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-69 બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હાર્યા હતા. ત્યારબાદ તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ 2022માં ફરી કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
મહાત્મા ગાંધીને “લુચ્ચા” કહેતા થઈ હતી ટીકા
ઈનદ્રનીલ રાજ્યગુરુ અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. 2024માં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ રાહુલ ગાંધીના વખાણ કરતાં મહાત્મા ગાંધીને “લુચ્ચા” કહેતા સંભળાયા હતા, જેના કારણે ભારે ટીકા થઈ હતી.
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો








