
રાજકોટના સમૂહ લગ્નમાં યોજાયેલા લોકડાયરામાં ડોલર-પાઉન્ડની નોટોનો વરસાદ કરાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પર ભરત બોઘરા પર થયો ડોલર, પાઉન્ડ સહિતની ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. યુનિટી ફાઉન્ડેશન દ્વારા લોકડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં આ ચલણી નાણાંનો વરસાદ કરાયો હતો.
4 જાન્યુઆરીએ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન અંતર્ગત રાત્રે એક ડાયરાનું આયોજન કરાયું હતુ. લોકડાયરામાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી. સાથે જ નવયુગલોને ભાવિ દામ્પત્ય જીવનની શુભકામના પાઠવી હતી. આ ડાયરમાં લોકગાયિકા અલ્પાબેન પટેલ અને હાસ્યકલાકાર મિલન તળાવીયા દ્વારા વિવિધ સુપ્રસિદ્ધ લોકગીતો લલકારવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: અમિત શાહની નિવેદનબાજી મુદ્દે રાજીનામાની માગ સાથે વિશાળ બાઈક રેલી, જીગ્નેશ મેવાણીએ શું કહ્યું?