
Rajkot News: રાજકોટના ન્યારી ડેમ પાસે 9 દિવસ પૂર્વે કારની અડફટે આવતાં એક 18 યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. પરિવારે ન્યાય ન મળે અને કારચાલકની ધરપકડ ન કરવામાં આવે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. જેથી ભારે ઉહાપોહ મચી ગયો હતો.
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 દિવસથી સારવાર હેઠળ રહેલા પરાગ જેન્તીભાઈ ગોહેલ ( રહે. મોટામવા પાસે, 50 વારિયા ક્વાર્ટર)નું મોત થયું છે. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે કારચાલક નબીરાને બચાવવા માટે ડ્રાઈવરને બદલી નાખ્યાના આક્ષેપ થયા છે.
અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના HOD રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે નબીરાઓએ વગનો ઉપયોગ કરી ડ્રાઈવરની અદલા બદલી કરી નાખી છે. નબીરા નહીં પણ ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા ડ્રાઇવિંગ કરતો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે.
બીજી તરફ પરિવારે ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી રહ્યો હતો. પરિવાર આક્ષેપ કર્યો હતો કે પોલીસ ભીનુ સંકેલી લેવાનો પ્રયાસ કરી છે. આ ઘટનાની જાણ ગૃહ વિભાગને પણ કરાઈ છે.
આ પણ વાંચોઃ પુતિનની કારમાં મોટો વિસ્ફોટ, ઝેલેન્સકીની ભવિષ્યવાણી સાચી પડશે કે શું?, Explosion Video
આ પણ વાંચોઃ Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા
આ પણ વાંચોઃ શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?
આ પણ વાંચોઃ VANTARA TO DWARKA । અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો પ્રારંભ








