
SNK School Controversy: રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં ધો. 11ના વિદ્યાર્થીઓ ધો. 6માં ભણતી વિદ્યાર્થીનીને છેલ્લા 3 મહિનાથી હેરાન કરતાં હોવાના આક્ષેપ થયા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં શાળા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આજે NSUI(National Students’ Union of India)ના કર્યકરોએ સ્કૂલનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારે ઉહાપોહ થતાં કાર્યકરોની અટકાયત કરી પોલીસે લઈ ગઈ હતી. જો કે આ ઘટનામાં મોટો પલટો આવ્યો છે. વાલીઓએ શાળા સાથે સમાધાન કરી લીધું હોવાનું સામે આવ્યું છે.
ધો.6ની વિધાર્થીની સાથે ધો.11ના વિધાર્થીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ
રાજકોટની SNK સ્કૂલ ભણતી ધો.6ની વિદ્યાર્થીની સાથે ધો.11ના વિધાર્થીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ થયા છે. તેમજ વિદ્યાર્થીનીની માતા-પિતાને પણ ધો.11ના વિદ્યાર્થીઓ ગાળો બોલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધો. 11માં ભણતા વિધાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. NSUIના કાર્યકરોએ સ્કૂલનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. જોકે તેમની મહેનત પાણીમાં ગઈ હોવાનું લાગી રહ્યું છે. કારણ કે વાલીઓએ સમાધાન કર્યુ હોવાની વિગતો મળી રહી છે.
શાળાએ વાલીઓ સમગ્ર વિવાદમાં માર્યો યુ-ટર્ન
જો કે હવે સમગ્ર વિવાદ મામલે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં તે વિદ્યાર્થિની ઉપરાંત અન્ય વિદ્યાર્થીનીઓ અને વાલીઓ એવું કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં અમે શાળા સંચાલક સહિતનાં સાથે વાતચીત કરી લીધી છે અને તેમાં સમાધાન થઈ ગયું છે, જેથી હવે આ ઘટનામાં અન્ય કોઈ સંસ્થાઓ વીડિયો વાયરલ કરવાની જરૂર નથી જેથી આ વીડિયો દૂર કરવામાં આવે તેવું જણાવ્યું હતું.
હાલ સમગ્ર મામલે શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીનીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જીલ્લા RTOમાં એજન્ટ રાજઃ અરજદારનાં સબંધીનું વાહન નહીં ચાલે કહેતાં વિવાદ, ભાડેથી ખરીદો!