
વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં ઉતરાયણના બીજા દિવસે 22 વર્ષીય નર્સ ઉપર હોસ્પિટલના જ સહકર્મચારીએ દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણનું પર્વ હોવાથી કોઈ સ્ટાફ ન હતો. જેનો લાભ લઇ નર્સ ઉપર નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું.
મળતી માહિતી અનુસાર આરોપી અશરફ ચાવડા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેક્નિશિયન છે. તે મૂળ કોડીનારનો રહેવાસી છે, અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે. વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી. તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો, અને નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ ગયો હતો. ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જેથી યુવતીએ ગોરવા પોલીસ મથકે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
બંનેનું મેડિકલ ચેકઅપ કરાયું હોવાની જાણકારી મળી રહી છે. આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે.
આ પણ વાંચોઃ રાજકોટની ભગવતી એકડમીના 6 વિદ્યાર્થીઓએ દિલ્હીમા ડંકો વગાડયો