
Renuka Chowdhury : રાજયસભામાં કોંગ્રસની સાસંદ રેણુકાએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારને સવાલો કર્યા હતા. એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે એવો તીખો કટાક્ષ પણ કર્યો હતો.જેને લઈને રાજયસભામાં ભારે હોબાળો થયો હતો. તેમને કહ્યું કે સત્ય સાંભળવાની તાકાત નથી.
રેણુકા ચૌધરીએ ઓપરેશન સિંદુર મુદ્દે પીએમ મોદી પર કર્યા પ્રહાર
રેણુકા ચૌધરીએ જયા બચ્ચની વાતને જોડીને કહ્યું કે એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે જયા બચ્ચને કહ્યું હતું કે મહિલાઓના સિંદુર ઉજળી ગયાને ઓપરેશનનું નામ સિંદુર આપ્યું તેમને આ મહિલાઓનું અપમાન કર્યું છે. આ જ વાતને આગળ વધારતાં નરેન્દ્ર મોદીને કહ્યું કે તેમણે દોઢ કલાકનું લાંબુ ભાષણ આપ્યું પણ એકવાર પહેલગામમાં શહીદ થયેલા 26 લોકો વિશે વાત ના કરી. રેણુકા ચૌધરીએ કટાક્ષમાં મોદીને પોતોના ભાઈ પણ કીધાં હતા.આ બધું સાંભળી ભાજપ પક્ષના સર્મથકોએ હોબાળો મચાવ્યો હતો.
શુભમ દ્રિવેદીની પત્નીએ શું કહ્યું ?
રેણુકા ચૌધરીએ એ પણ કીંધુ કે પહેલગામ હુમલામાં શહીદ થયેલા શુભમ દ્રિવેદીની પત્નીએ ટીવીમાં ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમને એ જ સવાલ કર્યા હતા કે પ્રધાનમંત્રીએ રાજયસભામાં એકવાર પણ પહેલગામના શહીદો વિશે વાત નહોતી કરી. એ વાતનું એમને ખૂબ દુખ છે કેમકે તેમને આવી આશા નહોતી. બીજી તરફ રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમને યાદ કર્યા હતા. તો પ્રધાનમંત્રીએ આવી ભૂલ ના કરવી જોઈએ.
મોદી પાસે શહીદોના પરિવારને મળવાનો ટાઈમ નથી
કોંગ્રેસ સાંસદે એમ પણ કહ્યું કે સરકારમાં માનવતા જ નથી. તે આટલી સંવેદના વગરની કેવી રીતે હોઈ શકે. ઓપરેશન સિંદુરની વાતમાં પણ શહીદોને કે તેમના પરિવારને યાદ કરવામાં ન આવ્યા. અને પ્રધાનમંત્રીને વિદેશોમાં ફરવાનો સમય મળે છે જાણે કેટલા દેશોમાં ફરતા હોય છે. પણ શહીદોના પરિવારને મળવાનો ટાઈમ નથી. એકવાર પણ કોઈ પરિવારને મળ્યાં નથી અને હાલચાલ પણ પૂછયાં નથી. આ રીતે તેમણે માત્ર શહીદોની વિધવાઓનું જ નહી પરતું આખા દેશનું અપમાન કર્યું છે.
વારંવાર થતા હુમલાઓને ભાજપ કેમ રોકી નથી શકતી ?
ભાજપ સરકાર પર અન્ય આરોપો લગાવતાં કહ્યું કે રાજકારણની મોટી મોટી વાતો કરનારી ભાજપ સરકાર દેશમાં થતાં હુમલાઓ તો રોકી શકતી નથી.અને વાતો કરે છે કે અમે આ સારુ કર્યુ આવા કામો કર્યા આટલા આતંકવાદી માર્યા. તો પછી વાંરવાર કેમ હુમલા થાય છે.
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?