
Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. હિંમતનગર હાથમતી કિનારે આવેલું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જ્યારે મંદિરના પ્રમુખ બદ્રીનારાયન મિસ્ત્રી દ્વારા ચાર જ્યોતિલિંગમાંથી બાર જ્યોતિલિંગના દર્શન થાય તેવું એક અનોખો પ્રોજેકટ તૈયાર કર્યો છે.
4 જ્યોતિલિંગમાંથી બાર જ્યોતિલિંગના દર્શન
હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે પૌરાણિક સ્વયંભૂ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ભોલેશ્વર મંદિરમાં બાર જ્યોતિલિંગના દર્શન કરી શકાય એક પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. મંદિરના પ્રમુખ બદ્રીનારાયન મિસ્ત્રી દ્વારા બાર જ્યોતિલિંગનો પ્રોજેટક તૈયાર કરવામાં આવ્યો છે.
વેસ્ટમાંથી બેસ્ટમાં બાર જ્યોતિલિંગ બનાવવામાં આવ્યા
બદ્રીનારાયન મિસ્ત્રીએ વેસ્ટમાંથી બેસ્ટમાં બાર જ્યોતિલિંગ બનાવવામાં આવ્યો છે. ચાર જ્યોતિલિંગમાંથી બાર જ્યોતિલિંગને નિહાળી શકાશે. જોકે સાયકલની જારીમાંથી સ્ટેન્ડ બનાવમાં આવ્યો છે. તેના ઉપર વેસ્ટ પડેલા કાચને કટિંગ કરીને જેમાં ચાર જ્યોતિલિંગ ગોઠવવામાં આવ્યા છે. જેમાંથી બાર જ્યોતિલિંગના દર્શન થાય છે. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, વૈધનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, કાશીવિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ધ્રુમેશ્વર જેવા જ્યોતિલિંગના દર્શન કરી ભક્તોને માહિતી મળે તેવો પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે.
ભોલેશ્વર મંદિર માટે અનોખો પ્રોજેકટ તૈયાર
શ્રાવણ માસમાં શિવજીના રીઝવવા મંદિરોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે. બાર જ્યોતિલિંગ દર્શન માટે દૂર નહીં જવું પડે જેને લઈને બદ્રીનારાયન મિસ્ત્રી ભોલેશ્વર મંદિર માટે અનોખો પ્રોજેકટ તૈયાર કર્યો છે. જે જ્યોતિલિંગનો પ્રોજેકટ ઇલેક્ટ્રિકથી શરૂ કરીને બાર જ્યોતિલિંગના દર્શન થાય છે. આ જ્યોતિલિંગનો પ્રોજેકટ સાતથી આંઠ દિવસ સુધી બનવવામાં આવ્યો છે. ભોલેશ્વર મહાદેવ મંદિરમાં બાર જ્યોતિલિંગ મુકવામાં આવ્યો જે ભક્તો દર્શન કરી શકશે.
અહેવાલ : ઉમંગ રાવલ
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે








