
આજે સવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરચાલકનું કરુણ મોત થયું છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રકની પાછળ વન્ડર સિમેન્ટનું ટેન્કર જુસ્સાભેર અથડાયું, જેના કારણે ટેન્કરચાલક દિલીપભાઈ પ્રહલાદભાઈ ચોકીદારના શરીરના બે ભાગ થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું હતુ. આ દુર્ઘટનામાં 25 વર્ષીય ટેન્કર ચાલક દિલીપ ચોકીદાર મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક હીરાલાલ રબારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સવારથી જ અમરેલી બંધઃ પાયલ ગોટીને ન્યાય આપવા જબરજસ્ત માગ