Sabarkantha: ભાજપના યુવા નેતા છોકરીને લઈ ભાગી ગયા ! છોકરીના પરિવારજનો પોલીસ મથકે દોડ્યા !ભાજપમાં આ શું થવા બેઠું છે?

  • Gujarat
  • October 13, 2025
  • 0 Comments

Sabarkantha: આજકાલ નેતાઓજ કાયદાનું પાલન નહિ કરતા હોવાના કિસ્સા સામે આવી રહયા છે અને સુરતમાં ભાજપના નેતા જાહેર માર્ગ ઉપર જન્મ દિવસ ઉજવતા હોવાના અહેવાલો છતાં પોલીસની ઢીલી નીતિ અને હવે ભાજપના નેતા છોકરી ભગાડી ગયા હોવાનો કિસ્સો સામે આવતા પોલીસે શુ કરવું તે વિમાસણ ઉભી થઇ છે તો બીજી તરફ રાજકીય માહોલ ગરમાયો છે પણ સત્તાધારી પાર્ટીના નેતા સામે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે તેવી અટકળો વહેતી થઈ છે.

ભાજપ નેતા છોકરીને ભગાડી ગયા

વિગતો મુજબ સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ એક યુવતીને ભગાડી ગયાનો કિસ્સો સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. એક જવાબદાર રાજકીય પદ પર બેઠેલા નેતા આ રીતે યુવતીને ભગાડી જવાની ચેષ્ટા કરતા ભારે ચકચાર મચી છે.

પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા

સાબરકાંઠાનાં પ્રાંતિજના ભાજપ પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ નામના નેતા એક યુવતીને લઇને ભાગી જવાની જાણ યુવતીના પરિવારજનોને થતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ અરજી કરી છે. જો કે ભાજપ નેતા હોવાથી પોલીસ પણ કેસ દાખલ કરવા મામલે ખચકાઇ રહી છે.

પોલીસ પર ફરિયાદ ન લેવાનું દબાણ?

ઉપરી અધિકારીઓના આદેશની રાહ જોઇ રહી છે. જો કે યુવતીના સમાજના અગ્રણીઓ અને અન્ય પાર્ટીનાં નેતાઓનું પણ પ્રેશર વધતા પોલીસ વિમાસણમાં મુકાઈ છે.આ કિસ્સાએ આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

ગુજરાત ભાજપમાં ફજેતી

છેલ્લા ઘણા દીવસથી ગુજરાત ભાજપમાં ફજેતી થઈ રહી છે અને અસંતોષ ઉપરાંત જાણે કોઈ ઉપર ઘણિધોરી ન હોય તેમ બધા મનફાવે વર્તન કરી રહયા છે ત્યારે પાર્ટીની ઈજ્જત હવે દાવ ઉપર લાગી ગઈ છે અને પાર્ટીમાં ભંગાણ પડ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે હવે ભાજપના નેતા છોકરીને લઈ રફુચક્કર થઈ જતા ભારે હોબાળો મચી ગયો છે.

આ પણ વાંચો:

UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Vadodara: મૌલવીની કરતૂત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, કેમેરા તપાસતાં પકડાયો

Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો

Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 2 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 6 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 9 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 6 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 5 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 12 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”