Gujarat: ઘણા વર્ષો પછી મોટી હિંસા, પોલીસ પર પથ્થરમારો, વાન ઉધી પાડી, વાતાવરણ તંગ બન્યું

  • Gujarat
  • October 12, 2025
  • 0 Comments

Gujarat Farmers Protest: બોટાદ APMCમાં કપાસના ભાવમાં થતી ગોલમાલને લઈ ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે.  બે દિવસથી થઈ રહેલા આંદોલન વચ્ચે આજે AAP નેતા રાજૂ કપરાડાની જનસભામાં ભારે પથ્થરમારો થયો છે. પોલીસની ગાડીનો પણ દાટ વાળી દેવામાં આવ્યો છે. પોલીસ પર પણ પથ્થરમારો થતાં ટીયર ગેસ છોડ્યા છે. જો કે લોકો કાબૂમાં આવી રહ્યા નથી. ગુજરાતમાં આ પ્રકારની હિંસા ઘણા વર્ષો પછી જોવા મળી છે.

બોટાદના હડદડ ગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી. જેમાં આજે  મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી એટલી વકરી કે પોલીસ પર થયો. સાથે જ પોલીસ વાનના કાચ તોડી ઉધી પાડી દેવામાં આવી. જેથી અહીં ભારે નાસભાગ અને ઉહાપોહ મચી ગયો છે. પોલીસ સ્થિતિ કાબૂ લેવાના પ્રયાસો કરી રહી છે. જો કે લોકો કાબૂમાં આવી રહ્યા નથી.

Gujarat
Gujarat

સ્થિતિને કાબૂમાં ના આવતાં પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા છે. પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, “કોઈપણ વ્યક્તિનું અહીં આવવું કે ભેગા થવું ગેરકાયદેસર ગણાશે. જો કોઈ વ્યક્તિ અહીં એકઠા થશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

લાગી રહ્યું છે કે ભાજપની તાનાશાહીનો હવે ફૂગ્ગો ફૂટી ગયો છે. ખેડૂતો હવે પોલીસથી પણ ડરી રહ્યા નથી. જે બતાવે છે કે ભાજપ સરકારની  ખેડૂતોને કેટલી કનડગત છે.

બગોદરાથી ઈસુદાન ગઢવીની ધરપકડ

ઉલ્લેખનીય છે કે આ મહાપંચાયતમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન પણ પહોંચવાના હતા. જો કે તેમની બગોદરા હાઈવે પરથી તેમની પોલીસે અટકાયત કરી લીધી છે. જેથી ભાજપ સામે તાનાશાહીના આરોપ લગાવ્યા છે.

બોટાદામાં કેમ કરી રહ્યા છે ખેડૂતો આંદોલન?

બોટાદ જિલ્લામાં કપાસના ખેડૂતોને હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીઓમાં મુખ્યત્વે બજારમાં અન્યાયી વેચાણ પ્રથા, નીચા ભાવ, કુદરતી આફતો અને જીવાતોનો સમાવેશ થાય છે. કડદો અને વેપારીઓની લૂંટ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદી બાદ ખેડૂતોને 10-15 કિમી દૂર જીનિંગ ફેક્ટરીમાં મોકલવામાં આવે છે, જ્યાં સંમત ભાવ કરતા 100-200 રૂપિયા પ્રતિ20 કિલો ઓછા આપવામાં આવે છે. વચેટિયાઓ કટ વસૂલે છે અને ખેડૂતોને પરિવહન ખર્ચ પણ ભોગવવો પડે છે. આ પ્રથા બીજેપી નેતાઓના યાર્ડ પર કબજા અને શોષણને કારણે થાય છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનો અને આગેવાનોની ધરપકડથી  આ મુદ્દો હિંસક બન્યો છે. 

આ પણ વાંચો:

Gujarat: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, બોટાદ કિસાન મહાપંચાયતમાં જતાં પોલીસે રોક્યા

Botad: બોટાદ માર્કેટીંગ યાર્ડની કળદા પ્રથા વિરુદ્ધ હજારો ખેડૂતોનો હલ્લાબોલ, મોડી રાત્રે રાજુ કરપડાની અટકાયત , AAP ભડકી!

Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Related Posts

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને
  • May 4, 2026

Geeta Rajpurohit Suicide Case: અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ બનેલી ગીતા રાજપુરોહિતની આત્મહત્યાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાના 18 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો અને…

Continue reading
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ
  • May 4, 2026

NEET Exam Kanthi Controversy: સુરતમાં તાજેતરમાં યોજાયેલી NEET-UG પરીક્ષા દરમિયાન એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારની ગૌતમ સ્કૂલમાં જ્યારે પરીક્ષા આપવા આવેલી એક દીકરીની ગળામાંથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 2 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 5 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 7 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 11 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 11 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 11 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત