
Gujarat: ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા જતાં નેતાઓને પોલીસ દ્વારા વારંવાર અટકમાં લેવામાં આવતાં ભારે હોબાળો મચ્યો છે. બોટાદ કિસાન મહાપંચતમાં ભાગ લેવા જતાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ તેમની બગોતરાથી અટકાયત કરવામાં આવી હતી. AAP પાર્ટીએ આ અટકાયતને ભાજપની તાનાશાહી ગણાવી છે.
બગોદરા ખાતે “આપ” ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi , પ્રદેશ મહામંત્રી @isagarrabari સહિત AAP નેતાઓની પોલીસે અટકાયત કરી.
શું પોલીસ ભાજપના પ્રદેશ પ્રમુખ કે નેતાઓ સાથે આ રીતનું વર્તન કરી શકશે?
ભાજપ અને એની પોલીસની આ દાદાગીરીનો જવાબ ગુજરાતની જનતા આપશે.. ગુજરાતની જનતા હવે ભાજપના… pic.twitter.com/ZDdrEcQbjz
— AAP Gujarat (@AAPGujarat) October 12, 2025
ભાજપના રાજમાં હવે લોકોની સમસ્યાઓને વાચા આપવી પણ ગુનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવે છે. ત્યારે આજે રવિવારે(12 ઓક્ટોબર) બોટાદ કિશાન મહાપંચાયતમાં જતાં ઈસુદાન ગઢવીને પોલીસે રોકતાં ભારે હોબાળો મચ્યો છે. ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે ઈસુદાન ગઢવીને બગોદરાથી અટકાયતમાં લીધા છે. જેથી ખેડૂતો સહિત AAP કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ખેડૂતોનું આંદોલન
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતી ગોલમાલ અને ઓછા ભાવ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે વિરોધને યથાવત્ રાખી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાને ઉઠાવી લીધા હતા. ત્યારે હવે આજે ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે.
ઈસુદાન ગઢવીએ X પર લખ્યું આજે ગુજરાતની 54 લાખ ખેડૂતો ભાજપની તાનાશાહી જોઈ રહ્યા છે, કે આમ આદમી પાર્ટી ખેડૂતોના અધિકારો માટે લડી રહી છે અને ભાજપ અમને ખેડૂતોને તેમના અધિકારો અપાવતા રોકી રહી છે. ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ ભાજપ દબાવી રહી છે.
અરવિંદ કેજરીવાલનું નિવેદન
આ મામલે દિલ્હીના પૂર્વ CM અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, ‘BJPના શાસનમાં જે કોઈ પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે તેને જેલમાં મોકલી દેવામાં આવે છે.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા








