
Botad: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાજુભાઈ કરપડા દ્વારા શરૂ કરાયેલા ધરણાનો મુદ્દો હવે વધુ તીવ્ર બન્યો છે. ગઈ કાલે રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે યાર્ડમાં પહોંચ્યા હતા અને ‘કડદા’ જેવી શોષણકારી પદ્ધતિઓ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
હજારો ખેડૂતો સાથે રાજુ કરપડાનું હલ્લાબોલ
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે ત્યાં કપાસના વેચાણ દરમિયાન વેપારીઓ અને સંચાલકો ખેડૂતોને “કળદા” (કપાસમાં અશુદ્ધિ કે કાળા ડાગના કારણે વજન કપાવવાની પ્રક્રિયા) નામે વધુ પડતી કપાત કરીને લૂંટી રહ્યા છે. આનાથી ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ મળતો નથી અને તેમને ખોટા બહાના બનાવીને હેરાનગતી કરવામાં આવે છે.
रात 3 बजे किसानों की आवाज़ उठाने वाले AAP किसान नेता @RajubhaiKarpad1 को गुजरात पुलिस ने गिरफ़्तार कर लिया।
गुनाह सिर्फ इतना कि हज़ारों किसानों के साथ कपास का सही दाम माँगा।ट्रंप से प्यार और किसानों से तकरार?
गुजरात की बीजेपी सरकार ने किसानों से धोखा किया है, अब जनता जवाब देगी pic.twitter.com/9QCGp0ZeZh
— Anurag Dhanda (@anuragdhanda) October 11, 2025
ભાજપના નેતાઓનો માર્કેટિંગ યાર્ડ પર કબજો
કેટલાક ખેડૂતોનું કહેવું છે કે, ભાજપના નેતાઓએ માર્કેટિંગ યાર્ડ પર કબજો કરી લીધો છે અને ખેડૂતોનું સતત શોષણ થઈ રહ્યું છે. રાજુ કરપડા ગત રોજ ત્યાં પહોંચ્યા હતા અને હજારો ખેડૂતો સાથે હલ્લાબોલ કર્યો, જેમાં તેઓએ નારેબાજી કરીને આ અન્યાય બંધ કરવાની માંગ કરી. આ વિરોધને લીધે ત્યાં મોટો હોબાળો પણ થયો હતો.
कल रात 3 बजे गुजरात पुलिस ने आम आदमी पार्टी के नेताओं को गिरफ्तार कर लिया
गुजरात में किसानों के साथ खुला अन्याय हो रहा है। मेहनत से उगाई फ़सल का सही दाम नहीं मिल रहा
किसानों के हक़ की लड़ाई के लिए आम आदमी पार्टी के नेता राजूभाई करपड़ा जी हज़ारों किसानों के साथ धरने पर बैठे… pic.twitter.com/RDqExb8YAJ
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) October 11, 2025
રાજુ કરપડા તથા અન્ય AAP નેતાઓને ધરપકડ
ખેડૂતોએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેઓ માર્કેટિંગ યાર્ડમાં જ રહેશે ત્યારે મધરાત્રિ પછી લગભગ 3 વાગ્યે પોલીસ પહોંચી અને શાંતિપૂર્ણ ધરણા કરતા રાજુ કરપડા તથા અન્ય AAP નેતાઓને ધરપકડ કરી. આ મામલે આપ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, આ અટકાયત ભાજપ સરકારના દબાણ હેઠળ કરવામાં આવી છે,જેથી ખેડૂતોની આવાજને દબાવી શકાય અને વેપારીઓની લૂંટને ચાલુ રાખી શકાય. પોલીસની આ કાર્યવાહીને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે થયું તે સાબિત કરે છે કે ભાજપને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે.
DGP માત્ર ને માત્ર ભાજપની ચાપલુસી કરીને એક્સ્ટેન્શન લઈને જલસા કરી રહ્યા છે તેમને હવે ભાજપની દલાલી કરવા સિવાય બીજું કોઈ કામ કરવામાં રસ નથી. pic.twitter.com/KhI7iqLdf8
— AAP Gujarat (@AAPGujarat) October 11, 2025
ઈશુદાન ગઢવીના ભાજપ પર આક્ષેપ
આ મામલે AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ આની નિંદા કરતા કહ્યું કે આ ભાજપના ભ્રષ્ટ અને ડરપોક તાનાશાહી શાસનનું પ્રતીક છે, જેમાં ખેડૂતોના અવાજને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે અને લૂંટારાઓને બચાવવામાં આવે છે. વીડિયોમાં ઈસુદાન ગઢવી ભાવુક થઈને આ અન્યાયની વાત કરતા જોવા મળે છે, જેમાં તેઓ ભાજપ સરકારને ‘લૂંટશાહી’ કહે છે.AAPએ જાહેરાત કરી છે કે ખેડૂતોની લડત સડકથી સદન સુધી ચાલુ રાખશે અને માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આગળ વધશે.








