
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં એક સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરા પર દુષ્કર્મ આચરતા ગર્ભ રહ્યો હતો અને અધૂરા મહિને પુત્રને જન્મ આપ્યો હતો. આ મામલે ઈડર પોલીસે દુષ્કર્મના બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ અધૂરા મહિને બાળકને આપ્યો જન્મ
મળતી માહિતી મુજબ ઈડરમા માત્ર 14 વર્ષની અને નવ મહિનાની ઉંમર ધરાવતી સગીરા પર બે યુવકોએ વારફરતી દુષ્કર્મ આચર્યુ હતુ.આ નરાધમોએ સગીરાને હત્યા કરવાની ધમકીઓ આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. જાણકારી મુજબ દર્શન સુતરીયા અને હરપાલ રાઠોડ આ બંનેએ સગીરાને પોતાની શિકાર બનાવી હતી. આ દરમિયાન હરપાલ રાઠોડે સગીરાને કેટલીકવાર ઇડરના સાપાવાડ નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આમ બંને આરોપીઓે વારાફરતી અલગ અલગ રીતે અને સ્થળે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી. ત્યારે માસૂમ વયે જ બાળકી ગર્ભવતી થતા અધૂરા માસે બાળકીએ પુત્રને જન્મ આપ્યો હતો. જો કે અધૂરા માસે જ બાળકને જન્મ આપવા દરમિયાન પુત્રનું જન્મ સાથે જ મોત નિપજ્યુ હતુ.
પોલીસે 2 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી
સગીરાને ગર્ભ હોવાને લઇ પેટમાં દુખાવો જણાતા સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સગીરા આઠેક માસની ગર્ભવતી હોવાનું સામે આવતા જ સગીરાના પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી જવાનો આઘાત લાગ્યો હતો. સગીરાને આ દરમિયાન અધૂરા માટે ડિલિવરીનો દુખાવો ઉપડતા ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા સિવિલમાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે જન્મ સાથે જ પુત્રનું મોત નિપજ્યું હતુ. જેના ડીએનએ આધારે હવે પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરુ કરી છે. ઈડર પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચોઃ
Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ
Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો