Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

Sabarkantha Farmer  Pain News: ભાજપા સરકારમાં ખેડૂતોની સ્થિતિ ખબૂ જ ખરાબ થઈ રહી છે. તેમને ટેકાના ભાવ લેવા માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે.  સરકાર દ્વારા ખેડૂતોની સામુ જોતી નથી. હાલમાં વરસાદી માહોલને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો પાક  ભીંજાઈ ગયો છે.  ત્યારે હવે સાબરકાંઠામાં ખેડૂતોને બાજરીના પાકના ભાવ સાવ ઓછા મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં નિરાશા સાથે રોષ ભભૂક્યો છે.

વેપારીઓએ એકસંપ થઈને બાજરીનો ભાવ કર્યો

આજે ગુરૂવારે(29 મે, 2025)  સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ થઈને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધુ હતુ. ખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટયાર્ડના સત્તાવાળાઓને ખબર પડયા બાદ તેમણે આવીને ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતુ.

આ અંગે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલી ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે. દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. જયાં લગભગ સવારે 9 વાગે હરાજીનું કામકાજ શરૂ થયુ હતુ.

તો બીજી તરફ વેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400 થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200 થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેકટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી.

ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓને ખબર પડતા તેઓએ તરત જ દોડી આવીને વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાથી માહિતગાર થયા હતા. ત્યારબાદ સમજાવટ પછી વેપારીઓએ ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

nbsp;

આ પણ વાંચો:

‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?

Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ

Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ

ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી

‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America

Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!