
Indian woman harassed at Shanghai: ચીનના શાંધાઈ એરપોર્ટ ઉપર ભારતીય મહિલાને હેરાન કરવામાં આવી હતી અને તેની મજાક ઉડાવવામાં આવી હતી ચીન અધિકારીઓ એ તેને ચીનનો પાસપોર્ટ બનાવી લેવા સલાહ પણ આપી હતી. આ જોતા હવે જાણે ભારતની કોઈ વેલ્યુ જ ન હોય તેમ વર્તન થઈ રહ્યું છે જેથી કડક મેસેજ આપવો જરૂરી બન્યો છે.
વિગતો મુજબ બ્રિટનમાં રહેતી અરુણાચલ પ્રદેશની એક ભારતીય મૂળની મહિલાએ આરોપ લગાવ્યો છે કે ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેનો ભારતીય પાસપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કલાકો સુધી તેને રોકીને હેરાન કરી હતી. મહિલાનું કહેવું છે કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ તરીકે સૂચિબદ્ધ હોવાથી, અધિકારીઓએ પાસપોર્ટને “અમાન્ય” જાહેર કર્યો અને કહ્યું કે “અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે.”
■ ચીની અધિકારીઓએ પાસપોર્ટ ‘અમાન્ય’ગણીને મહિલાની અટકાયત કરી લીધી
પિમા વાંગજોમ થોંગડોક 21 નવેમ્બરના રોજ લંડનથી જાપાન જઈ રહી હતી અને શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર ત્રણ કલાકનો ટ્રાન્ઝિટ હતો. આરોપો અનુસાર, તેમના પાસપોર્ટ જોયા બાદ ઇમિગ્રેશન કાઉન્ટરના અધિકારીઓએ તેને અમાન્ય જાહેર કર્યો કારણ કે જન્મ સ્થળ અરુણાચલ પ્રદેશ દર્શાવેલ હતું.
તેણીને કહેવામાં આવ્યું, “અરુણાચલ એ ભારતનો નહિ પણ ચીનનો ભાગ છે,તેથી તમારો પાસપોર્ટ અમાન્ય છે.”
■મહિલાને ખાવા-પીવાની પણ મંજૂરી ન મળી અને 18-કલાકની અટકાયત અને ઉત્પીડનના આરોપ લગાવ્યા
પિમાએ કહ્યું કે એક સરળ ટ્રાન્ઝિટ પ્રક્રિયા 18 કલાકની અગ્નિપરીક્ષામાં ફેરવાઈ ગઈ હતી. તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમને આગળની બીજી કોઈપણ ફ્લાઇટમાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેમનો વિઝા માન્ય હોવાછતાં તેમને ખોરાક, માહિતી અને મૂળભૂત સુવિધાઓનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ અને ઇમિગ્રેશન સ્ટાફ દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવી હતી, અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, “ચાઇનીઝ પાસપોર્ટ બનાવી લો !”મહીલા યાત્રીએ સમજાવ્યું કે તેઓ ગયા વર્ષે પણ આજ પાસપોર્ટ ઉપર કોઈપણ સમસ્યા વિના શાંઘાઈથી પસાર થયા હતા. તેમણે લંડનમાં ચીની દૂતાવાસ સાથે અગાઉથી પુષ્ટિ પણ કરી હતી કે ભારતીય મુસાફરો ટ્રાન્ઝિટમાં કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરી શકે છે.
પિમાનો દાવો છે કે તેમના પર વારંવાર ચાઇના ઇસ્ટર્નથી નવી ટિકિટ ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેથી તેમનો પાસપોર્ટ પાછો મળી શકે.આ સમય દરમિયાન, તેઓ ટિકિટ ફરીથી બુક કરાવી શક્યા નહીં, ટર્મિનલ બદલી શક્યા નહીં અને ખાધા વગર પણ ગયા. ફ્લાઇટ ચૂકી ગયા અને હોટેલ બુકિંગ રદ કર્યા પછી પણ નાણાકીય નુકસાન થયું.
ઘણા કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ તેઓએ યુકેમાં એક મિત્રની મદદથી શાંઘાઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક કરી શક્યા. ત્યારબાદ ભારતીય અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો બાદમાં મોડી રાતની ફ્લાઇટમાં તેમના જવાની પરમીશન મળી હતી.
પિમાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે તેમનો વ્યવહાર “ભારતની સાર્વભૌમત્વ અને અરુણાચલ પ્રદેશના નાગરિકોનું સીધું અપમાન” છે.
તેમણે માંગણી કરી છે કે ભારત સરકાર આ મુદ્દો બેઇજિંગ સમક્ષ ઉઠાવવો જોઈએ અને ઇમિગ્રેશન અને એરલાઇન સ્ટાફ સામે શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવે અને નાણાકીય નુકસાન માટે વળતર આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં મુસાફરી કરતી વખતે અરુણાચલ પ્રદેશના ભારતીય નાગરિકોને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેની ખાતરી આપવી જોઈએ.આમ,તેઓએ ભારતના સાર્વભૌમત્વની રક્ષા કરવા માંગ કરી છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે







