
Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને મીની વાવાઝોડાની જેમ ભારે પવન ફૂંકાવાને કારણે શહેરમાં નોંધપાત્ર નુકસાન થયું છે. જેમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાતા PM મોદીના રોડ શોના રૂટ પર લગાવવામાં આવેલા બેનરો અને મંડપો તૂટી પડ્યા, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અમદાવાદમાં PM મોદીના રોડ શોના રૂટ પર નુકસાન
મળતી માહિતી મુજબ આજે પીએમ મોદી ગુજરાત અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીના રોડ શોના રૂટ પર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રૂટ પર અલગ-અલગ થીમ આધારિત ટેબ્લો, બેનરો અને મંડપો લગાવવામાં આવ્યા હતા. જોકે, ભારે પવન અને વાવાઝોડાની જેમ ફૂંકાતા હવાને કારણે અનેક બેનરો ફાટી ગયા અને મંડપો ધરાશાયી થયા હતા. આ ઘટનાએ રોડ શોની તૈયારીઓને મોટો ફટકો પહોંચાડ્યો છે.
શું મોદીનું આગમન કુદરતને મંજૂર નથી? રોડ શોના રૂટ પર ભારે નુકસાન#Ahmedabad #pmmodi #pmmodiingujarat #GujaratCyclone #Cyclone #Gujarat #thegujaratreport pic.twitter.com/7o9U6IEaTN
— The Gujarat Report (@TGujarat_Report) May 26, 2025
તંત્રએ તાબડતોડ મહેનત કરી ફરીથી સજાવટ કરી
આ ઘટનાને પગલે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે તાબડતોડ મહેનત કરી ફરીથી સજાવટ કરી હતી. PM મોદીના રોડ શોના આયોજન માટે નવેસરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેથી કાર્યક્રમ નિર્ધારિત સમયે યોજાઈ શકે.
PM મોદીનો રોડ શો ઓપરેશન સિંદૂરના શૌર્યની ઝાંખી પ્રસ્તુત કરવા અને નારી શક્તિના સન્માન માટે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઘટના છતાં, આયોજકો અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રોડ શોને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી હતી.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ નુકસાની
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાવાઝોડાના પ્રભાવને કારણે ગુજરાતના અનેક ભાગોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં પણ ભારે પવન સાથે વીજળીના કડાકા અને વરસાદ નોંધાયો હતો જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. શહેરના ઘણા વિસ્તારોમાં પણ ભારે પવનને કારણે ઝાડ પડવા, વીજળીના થાંભલાઓને નુકસાન અને ટ્રાફિકમાં અવરોધના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો:
Gujarat માં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં બોલાવશે ધડબડાટી
Delhi Airport:દિલ્હીમાં ફરી ભારે વરસાદથી એરપોર્ટની છત તૂટી, કરોડો રુપિયાનો ખર્ચ માથે પડ્યો
Bhavnagar: ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત, એક જ પરિવારના 3 સહિત 4નાં મૃત્યું
Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?
લાલુ પ્રસાદ યાદવે Tej Pratap Yadav ને પાર્ટી અને પરિવારમાંથી તગેડી મુક્યા, જાણો શું છે મોટુ કારણ?
Praful Vasava ને કેવડીયા બચાવો આંદોલનથી દૂર કરવાનું ષડયંત્ર, Chaitar Vasava ને કેમ વાંધો પડ્યો ?
Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?
Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં
Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?
Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો
Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA








