
Sudan landslide: પશ્ચિમ સુદાનના મરરાહ પર્વત વિસ્તારમાં થયેલા ભયંકર ભૂસ્ખલનની ઘટનામાં એક આખું ગામ જમીનદોસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૂદાનના પશ્ચિમ ક્ષેત્રના દારફુરમાં રવિવારે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 200 બાળકોનું પણ મૃત્યું થયું છે, અને આ વિસ્તારમાં બચાવ કામગીરી હજુ ચાલુ છે. એક સહાયતા સમૂહે આ જાણકારી આપી છે. ‘સેવ દ ચિલ્ડ્રન’ સંસ્થાએ જણાવ્યું કે 40 બાળકો સહિત 150 લોકોને બચાવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના ભારે વરસાદના કારણે બની
આ ઘટના ભારે વરસાદના કારણે બની હતી, જેના કારણે આ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, અને ઘટનામાં લોકોના જીવ પણ ગયા છે. જોકે હવે વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. અને હજુ પણ શોધખોળ ચાલુ જ છે, સુદાન લીબરેશન મુવમેન્ટ/આર્મી (SLM/A), જેનું નેતૃત્વ અબ્દુલવાહિદ મોહમ્મદ નૂર કરે છે, તેમણે આ ઘટના વિશે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ જીવતી બચી હતી.
મૃતકોમાં મોટી સંખ્યામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો
મરરાહ પર્વત વિસ્તારમાં ઘણા દિવસો સુધી ભારે વરસાદ થયો હતો, જેના કારણે ભૂસ્ખલન થયું. આ ઘટનામાં મૃતકોમાં મોટી સંખ્યામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ગૃહયુદ્ધથી બચવા માટે ઉત્તર દારફુરથી મોટી સંખ્યામાં લોકો આશ્રય લેવા આવ્યા હતા, જેના કારણે વસ્તીની ગીચતા વધી હતી.
ભૂસ્ખલનથી માનવતાવાદી કટોકટી વધુ ગંભીર બની
સુદાન હાલમાં ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, જેમાં સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચેના સંઘર્ષે દેશની પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. આ ભૂસ્ખલનથી માનવતાવાદી કટોકટી વધુ ગંભીર બની છે, અડધાથી વધુ વસ્તી ભૂખમરાથી પીડાઈ રહી છે. લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. ઉત્તર દારફુરની રાજધાની અલ-ફાશીર પર હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કારણ કે ઉત્તર દારફુરમાં ખાદ્ય પદાર્થો અને દવાઓની અછત છે.
સહાય પૂરી પાડવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે અપીલ
SLM/A એ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે અપીલ કરી છે. ઘટનાથી બીજા લોકો ઘાયલ પણ થયાં છે, અને તેમની સારવાર ચાલી રહી છે, ત્યારે હવે તેની મદદ કરવા અપિલ ઉઠી છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Maharashtra: મહિલા IPS નાયબ CM સામે પડી તો દસ્તાવેજો તપાસવા માંગ, IPSનો શું છે વાંક?
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ
Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?










