
Surat BJP | ભાજપમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ હવે પ્રદેશ અધ્યક્ષ રહયા નથી અને હવે જાણે સુરત ભાજપમાં જાણે કોઈ કોઈનો ડર રહ્યો ન હોય તેમ ભાજપના કાર્યાલયમાં જ ખુલ્લેઆમ મારામારી થતાં કહેવાતી પક્ષની શિસ્તના ધજાગરા ઉડયા છે.
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં કેટલી શિસ્ત છે તેનો પુરાવો ભાજપના જ બે કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના વીડિયો ઉપરથી ખ્યાલ આવે છે.
સુરતમાં ભાજપ કાર્યાલયમાં જ બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ભારે હોબાળો મચી ગયો છે અને આ મારામારીનો વિડીયો વાયરલ થતાં ભાજપની આબરૂના ધજાગરા ઊડ્યા છે.
સુરત ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને છુટાહાથની મારામારી ઉપર ઉતરી પડ્યા હતા જેમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને ફડાકો મારી દેતા મામલો ગરમાયો હતો. આ ઘટના દરમિયાન કાર્યાલયમાં અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ હાજર હતા જેઓએ તમાશો નિહાળ્યો હતો.
ભાજપના કાર્યાલયમાં જ થયેલી મારામારી દરમિયાન કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.
ભાજપના કાર્યાલયમાં જ આ પ્રકારે ખુલ્લેઆમ મારામારી થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઝઘડો પક્ષના આંતરિક મુદ્દાઓ, સત્તાની ખેંચતાણ, કે અન્ય કોઈ અંગત વિવાદને કારણે થયો હતો તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
પક્ષ કોઈ શિસ્તભંગના પગલાં લે તેવી શક્યતાઓ કાર્યાલયની અંદર જ આ પ્રકારની ઘટના બનતાં સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલી આ મારામારીએ પક્ષની આંતરિક શિસ્ત અને સંકલન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે પક્ષ દ્વારા કોઈ શિસ્તભંગના પગલાં લેવાશે કે નહીં તે સામે હવે સૌની નજર છે.
દરમિયાન, બીજા એક બનાવમાં શહેર યુવા પ્રમુખ ભાવિન ટોપીવાલા અને અન્ય કાર્યકર્તાઓ વચ્ચે પણ ઓફિસમાં જ ભારે બોલાચાલી થઈ હોવાના પણ અહેવાલ છે.
BJPમાં વિકાસ સપ્તાહની ઊજવણી આવી રીતે.
મારામારીની ઘટનામાં લડનારા કરતાં Surat BJP અને તેના નેતાઓ ચર્ચામાં વધુ આવ્યાં.
ઘટના પાછળનું કારણ માત્ર લાભાલાભની વાત કે સમય બદલાયો ?
આવી ઘટનાઓ રાજકીય પક્ષોમાં બનતી રહે છે.#SuratBJP #BJPGujarat #VikasSaptah pic.twitter.com/xVGOKdzyFB— Bankim Patel (@bankim1975) October 8, 2025
આ પણ વાંચો:
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Defamation Case: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં ફિલ્મસ્ટાર શાહરૂખ અને ગૌરી ખાનને પાઠવ્યું સમન્સ
viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ








