SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Surat Accident News: સુરતમાં ગત સાંજે(23 ફેબ્રુઆરી) એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બે બાઈકને ટક્કર મારતાં 3 લોકોના કરુણ મોત થયા છે. કારે ટક્કર માર્યા બાદ સીધી BRTS રુટમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લકસાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મહિલા સહિત ત્રણ લોકોના મોત

મળતી માહિતી અનુસાર સુરતના લસકાણામાં કારચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર રોડ પરથી BRTSના રુટમાં ઘૂસી પલટી મારી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં શોભના ગજેરા, રાજેશ ગજેરા(ઉ.વ.32) અને મહેશ લાઠીયા(ઉ.વ.48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ))નો સમાવેશ થાય છે. મૃતકોમાં શોભના અને રાજેશ બંને સગાભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. તેઓ મૂળ અમરેલી જીલ્લાના હતા. આ અકસ્માતથી પરિવારોમાં ભારે દુઃખ છવાયું છે.

અકસ્માત સર્જનાર કારચાલક અર્જુન વિરાણી (ઉ.વ.34, રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો છે. લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમનો ગુસ્સે,

આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 7 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 10 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 9 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!