Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Surat: તાજેતરમાં સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કિશોર વિદ્યાર્થી અને શિક્ષિકાને સુરત લવાયા હતા. બંને પોલીસના હાથે 4 દિવસ બાદ ઝડપાયા હતા.  બંનેને શામળાજી નજીકથી ચાલુ બસે ઝડપી લઈ સુરત હતા. જો કે ઝડપાયેલી શિક્ષિકાના મેડિકલ ટેસ્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મેડિકલ તપાસમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે.

આરોપી શિક્ષિકા સાડા 5 મહિનાની ગર્ભવતી હોવાનું ખૂલ્યું છે. શિક્ષિકા મનસી નાઈ સગીર વિદ્યાર્થીનો ગર્ભ હોવાનો દાવો કરી રહી છે. 5 માં ધોરણના વિદ્યાર્થીનો ગર્ભ હોવાનો શિક્ષિકાનો દાવો છે. પોલીસે મેડિકલ તપાસ કરાવતા વિદ્યાર્થી અને શિક્ષિકા બંનેના મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોલીસે હવે ડીએનએ ટેસ્ટ માટે તજવીજ શરૂ કરી છે.

શિક્ષિકાએ કબૂલ કર્યું છે છેલ્લા એક વર્ષમાં બંનેએ ઘણીવાર ઘરે શરીરસંબંધ બાંધ્યા છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં 25 અપ્રિલ, 2025ના રોજ 23 વર્ષિય શિક્ષકા માનસી નાઇ 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ફરાર થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે બંને પરિવારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે પોલીસ તપાસ હાથ ધરી હતી. સઘન તાપસના અંતે પોલીસને 4 દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

30 એપ્રિલ,2025 શિક્ષિકા અને વિદ્યાર્થીને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવાયા હતા. અહીંથી રાજસ્થાન બોર્ડર નજીક જ થાય છે. બંનેને સુરત લવાયા હતા. શિક્ષિકાનો મોબાઈલ ટ્રેસ કરી ઝડપી લેવાયા હતા.

બંનેની મેડિકલ તપાસ

શિક્ષિકાએ કબૂલાત કરી કે સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું અને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે શામળાજીની રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી હતી. આ દરમિયાન બે હોટલમાં રાત્રિરોકાણ પણ કર્યું હતુ. પોલીસને શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જેથી બંનેના મેડિકલ ચેકઅપ કરાયા હતા. વધુમાં પોકસો અને બીએનએસ કલમ 127 ઉમેરવામાં આવી હતી. જોકે મેડિકલ ટેસ્ટનો આજે રિપોર્ટ આવી ગયો છે જેમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનું સાબિત થયું છે.

ટ્યુસન ક્લાસ લેતી વખતે શિક્ષિકા સગીર વિદ્યાર્થીની પ્રેમમાં પડી

જાણવા મળી રહ્યું છે શિક્ષિકા ધોરણ 5માં ભણતાં વિદ્યાર્થીનું ટ્યુશન ક્લાસ લેતી હતી. આ શિક્ષિકા કિશોર વિદ્યાર્થીના છેલ્લા 3 વર્ષથી ક્લાસ લેતી હતી. જે દરમિયાન 23 વર્ષિય શિક્ષિકાને 11 વર્ષિય વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ બંને એક બીજાને પસંદ કરતા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકાના ઘર પણ નજીક આવેલા છે. જેથી બંનેના પરિવારના લોકો સારા સંબંધ હતા. જો કે એકાએક શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ બંને પરિવારના સભ્યો પોલીસ મથકે પહોંચ્યા હતા.

વિદ્યાર્થીની પિતાએ નોંધાવી હતી અપહરણની ફરિયાદ

જેમાં વિદ્યાર્થીના પિતાએ સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ વિસ્તારના પોલીસે સીસીટીવી પણ તપાસ્યા હતા. જેમાં તે કિશોરને ભગાડીને જતી જોવા મળી હતી. પોલીસ તપાસમાં જણાવા મળ્યુ હતુ કે બંનેને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ફરાર થઈ ગયા હતા. તે શિક્ષિકાએ ટીકીટ પણ ઓનલાઈન બૂક માય શો એપ રજિસ્ટર કરાવી હતી.

ચાલુ બસે પોલીસે શિક્ષિકા અને કિશોરને પકડ્યા

જે બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે શિક્ષિકાનો મોબાઈલ પણ ટ્રેસ કર્યો હતો. જોકે તે બંધ હોવાથી પોલીસને સફળતાં મળી ન હતી. નસીબ જોગ શિક્ષિકા પાસે બે મોબાઈલ હતા. જેમાંથી એક ચાલુ હતો. જે બાદ પોલીસે પરિવાર પાસેથી અન્ય નંબર મેળવી લોકેશન ટ્રેસ કરતાં બંનને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ તેમને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પુત્ર પરત આવતાં પરિવારનું નિવેદન

વિદ્યાર્થી સુરક્ષિત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો. સાથે સાથે આ શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીનું ટ્યુશન લેતાં પ્રેમ સંબંધ બંધાયો હતો.

હોટલમાં રોકાણ કરતી વખતે વિદ્યાર્થીને ભાઈ ગણાવતી

જાણવા મળી રહ્યું છે કે શિક્ષિકા ઘરેથી જ 35 હજાર જેટલા રૂપિયા સાથે લઈ ગઈ હતી. વિદ્યાર્થી પાસે કપડાં-બૂંટ ન હોવાથી પર્વત પાટિયા વિસ્તારની એક દુકાનમાંથી સામાન ખરીદ્યો હતો અને આ સાથે જ એક ટ્રોલીબેગ પણ ખરીદી હતી. ત્યાર બાદ તે બંને રેલવે સ્ટેશન તરફ રિક્ષામાં આવ્યાં હતાં અને માનસીએ પોતાનો જે જૂનો નંબર હતો એને બંધ કરીને નવું સિમકાર્ડ મોબાઈલ ફોનમાં નાખી દીધું હતું. હોટલમાં રોકાણ કરતા સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી. જ્યારે વિદ્યાર્થી અંગે તેનો માસીયાય ભાઈ એટલે કે પિતરાઈ ભાઈ હોવાનું કરી રાત્રીરોકાણ કરી રહી હતી. આ દરમિયાન પણ  બંનેએ સંબંધ બનાવ્યા હોવાની કબૂલાત શિક્ષિકાએ કરી છે. હાલતો મેડિકલ ટેસ્ટમાં શિક્ષિકા ગર્ભવતી પૂરવાર થઈ છે.

શિક્ષિકા પણ દાવો કરી રહી છે કે આ ગર્ભ તેને જેના સાથે ભાગી હતી, તે બાળકનો છે. જો કે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સાબિત થઈ જશે કે ખરેખર બાળકોનો ગર્ભ છે કે અન્ય કોઈનો.

 

આ પણ વાંચોઃ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

 

 

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 5 views
MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 10 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 16 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 30 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી