Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ

  • Gujarat
  • October 13, 2025
  • 0 Comments

 -દિલીપ પટેલ

Surat Public Place Birthday Celebrate: ભાજપ નેતાઓ જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી ફટાકડા ફોડી, કેક કાપીને લાખાનો ધુમાડો કરી કાળા નાણાંનું પ્રદર્શન કરીને તાયફાઓ કરી રહ્યાં છે. સુરતના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અને સુમનપાનાં પૂર્વ શાસકપક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે જાહેરમાં પોતાનો જન્મ દિવસ ઉજવીને તમાશો કર્યો હતો. જે વિદેશી વિચાર છે અને ભાજપ સ્વદેશીની ઝુંબેશ ચલાવે છે. કોર્પોરેટના ભાઈએ અગાઉ એક યુવતી સાથે જાતીય છેડતી કરી કપડાં ફાડી નાંખ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાયેલી હતી.

ત્યારે ભાજપના પૂર્વ પ્રમુખ અને મોદી સરકારના પાણી પ્રધાન ચંદ્રકાંત રઘુનાથ પાટીલે લિંબાયત વિધાનસભાના કોર્પોરેટર અમિતને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ફેસબુક પર ફોટો શેર કરીને કહ્યું કે ઈશ્વર આપને સ્વસ્થ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના!

ગુજરાતમાં 3 કરોડ 50 લાખ ગરીબ લોકો ખાવા માટે સરકારી અનાજ પર જીવે છે. જેની સહેજ પણ ચિંતા ભાજપના નેતાઓ કરતા નથી. શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને ખજાનચીની મારામારી થયા બાદ હવે ભાજપના વધુ એક નેતાએ જાહેરમાં શક્તિ પ્રદર્શન કરીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

જાહેરમાં ટોળા ભેગા કરવા સામે ખેડૂતો સામે પગલાં લેવાય છે પણ ભાજપના કોર્પોરેટર જેવા તત્વો સામે જાહેરનામા ભંગના પગલાં લેવાતા નથી. પોલીસ જાહેરનામા ભંગ બદલ સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરે છે, ત્યારે હવે આ નેતાઓ સામે પગલાં ભરે છે. પોલીસ પક્ષપાતી બની ગઈ છે.

જોકે કોર્પોરેટરે વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ઉજવણી પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં કરાઈ હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો. 3 ઓક્ટોબરે કોર્પોરેટર અમિત રાજપૂતનો જન્મદિવસ હતો. ઉજવણી ધ ગ્રેટ મરાઠા ગૃપ નિલગીરી દ્વારા કરવામાં આવી હતી. બર્થ-ડેની ઉજવણી માટે જાહેર રોડ પર રોશની, ફટાકડા ફોડીને અમિતની એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરાઈ હતી.

ઉધનામાં આવેલી સાઈ બાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું, જેમાં તેમના સમર્થકોએ રસ્તા પર ફટાકડા ફોડીને ઉજવણી કરતાં ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું સામે આવ્યું હતું. માથાભારે તત્વો શક્તિ પ્રદર્શન કરવા કે સીન સપાટા કરવા જાહેર માર્ગો પર બર્થ-ડે સેલિબ્રેશન કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે. પોલીસે જાહેરનામા ભંગ અન્વયે આવા તત્વો સામે પગલાં પણ ભર્યા છે.

દૂધ પૌવા વિવાદ
1 વર્ષ પહેલાં ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ચર્ચા શહેરભરમાં હતી. ફૂડ પોઈઝનિંગ અંગેનું પોલીસને તેને હોસ્પિટલમાં નિવેદન લીધું હતું. અમિતસિંહ રાજપૂતે કહ્યું કે, દૂધ-પૌવા ખાવાને કારણે ફૂડ પોઇઝનિંગ થયું હતું. એકાએક તબિયત લથડતા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

અમિતે અપહરણ કર્યું
સુરતમાં ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂત બિલ્ડર કેસમાં સાક્ષી નહીં બનવા ધમકી આપી હતી. વેપારીને વ્હોટ્સએપ કોલ પર ધમકી આપી હતી. કોર્પોરેટર અમિત રાજપૂત દ્વારા બિલ્ડરનું અપહરણ કરી લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને વેપારી અમિત શર્મા જોડે હતા. ગોડાદરા પોલીસ મથકમાં અપહરણની અરજી આપવામાં આવી હતી.

ગોડાદરાની રાધામાધવ માર્કેટમાં પ્રમોદ ગુપ્તાની ઓફિસના CCTV કબજે લેવાયા હતા. ડાયરીઓ આધારે કરોડોના ખેલ કરવામાં માહિર સુમિત ગોયેન્કા, ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત અને બે કોર્પોરેટરના પતિ સહિત 9 જણાએ ગોડાદરાના બિલ્ડરને કારમાં બેસાડી અપહરણ કરી જનસંપર્ક કાર્યાલય પર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

રૂપિયા પડાવ્યા
સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત સામે રૂ.95 લાખ પડાવ્યાનો આક્ષેપ હતો. બિલ્ડરને મારમારી રૂપિયા 95 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ હતો. તેમાં 9 દુકાન 4 કરોડની પોતાના નામે લખાવ્યાનો આક્ષેપ તથા બીજા 36 લાખ માટે બિલ્ડરનું અપહરણ કર્યાનો આક્ષેપ હતો. તેમાં અમિત રાજપૂતે 7 સાગરીતો સાથે મળી અપહરણ કર્યું હતું.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતો. પોલીસે ગુનો દાખલ નહીં કર્યાનો પોલીસ સામે આરોપ હતો. તેમજ ફરિયાદ નોંધાવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યું હતું. ફરિયાદી રાત્રે ગોડાદરા પોલીસ મથકના લોકઅપ બહાર ઊંઘી ગયા હતા. કારમાં અપહરણ કર્યા બાદ બિલ્ડરને માર મારી તેની પાસે લખાણ લખાવી લીધુ હતું.

લિંબાયત પોલીસ મથકના PSI રાઠોડ અને અમિત રાજપૂત વચ્ચે ઘર્ષણ થતાં અપશબ્દો કહ્યા હતા. અમિત રાજપૂતે નિવેદનમાં બફાટ કરતાં કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ વધી ગયા હતા. પોલીસ ગુનેગારોની જગ્યાએ રાહગીરો સામે ફરિયાદ નોંધી રહી હતી.

ભાઈનો વિવાદ

ભાજપનાં કોર્પોરેટર તથા મનપાનાં પૂર્વ શાસકપક્ષના નેતા અમિત રાજપૂતનાં ભાઈ રવિસિંગ સામે યુવતીના કપડાં ફાડી, માર મારી છેડતી કરવા અંગેનો ગુનો નોંધાયો હતો.

બે પરિવાર વચ્ચેનાં ઝઘડામાં વચ્ચે પડેલા રવિસિંગે શુક્લા બંધુઓ સાથે મળી ઉત્તરપ્રદેશના સુલતાનપુરની વતની યુવતી જ નહીં તેની માતા અને બે ભાઈઓને પણ માર માર્યો હતો.

કડોદરામાં ગંગાધરા ચોકડી પાસે રહેતી યુવતી હ્યુમન રિસોર્ટ કંપનીમાં નોકરી કરે છે. ઇન લોગોને મેરે સાથ ઝઘડા કિયા ઔર મુજે માર રહે હૈ, આપ જલ્દી સે આ જાઓ ભાઈ શંકરનાં આ કોલ બાદ પુષ્પા તેની માતા તથા નાના ભાઇ સાથે રંગીલા ટાઉનશીપ પહોંચી હતી.

કરણ શુક્લા અચાનક હાથ પકડી ખેંચીને રૂમમાં લઇ ગયો હતો. પુષ્પાને અંદર ખેંચી જવાતાં તેણીની માતા તેને બચાવવા દોડી હતી. બીભત્સ ગાળો આપી હતી. મુંહ દીખાને કે કાબિલ નહીં છોડુંગા. આ સાથે જ તેણે પુષ્પાનો દુપટ્ટો ખેંચી લીધો હતો. શુક્લાબંધુઓએ કોલ કરી તેમના મિત્ર કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતના ભાઇ રવિસિંગ જમુનાસિંગને બોલાવ્યો હતો.

રવિસિંગ મારા મારીમાં જાેડાયો હતો. પુષ્પાના કપડા ફાડવા સાથે તેની માતાને પણ માર માર્યો હતો. સીડી પરથી ધક્કો મારી દીધો હતો. યુવતિએ દિનેશ શુક્લા, રાજેશ શુક્લા, કરણ શુક્લા અને રવિસિંગ રાજપૂત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રવિસિંગે યુવતીનાં શરીર ઉપર બેસીને જાતીય દુર્વ્યવહાર કર્યો હતો. અડપલા કરવા માંડ્યા હતા. ડ્રેસ ફાડી નાંખ્યો હતો. રવિને વિકૃત રીતે અડપલા કર્યા હતા. તુને ઉસકે બારે મે કિસી કો બતાયા તો તુજે ઔર તેરે પરિવાર કો જાન સે માર દેંગે, ત્યારબાદ પણ તેની સાથે ધોલધપાટ કરાઇ હતી. આ રીતે માર મારી છેડતી કર્યા બાદ ફરિયાદ નહીં કરવાની ધમકી આપી તેઓ બહાર જતાં રહ્યાં હતાં.

છેડતી કરનાર અમિતસિંગનો ભાઇ હોવાથી ફરિયાદ નોંધાવવા રઝળપાટ કરવો પડયો
આરોપીના લીસ્ટમાં વગદાર નેતાનાં ભાઇનું નામ હોવાથી પોલીસે ગુનો નોંધવામાં રીતસર પાછી પાની કરી હતી. પુષ્પાને સમજાવવા પ્રયાસ કરાયો હતો. તેણીએ હુમલો અને જાતીય દુર્વ્યવહાર કરનાર સામે ગુનો નોંધવા માટે રાજ્યના પોલીસ વડા, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. પોલીસ કમિશનર કચેરીએ જઇ રજૂઆત ચાલુ રાખી હતી. એક મહિના સુધી અનેક સ્તરે રજૂઆત બાદ નેતાજીના ભાઇ સામે ગુનો નોંધાયો હતો.

કેજરીવાલ સામે સૂત્રો
2022માં સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા અમિત રાજપૂતની સૂચનાથી પેઇન્ટર કેજરીવાલ વિરુદ્ધનું દિવાલ પેઇન્ટિંગ બનાવડાવી રહ્યા હતા.

હુમલો
સુરતના વકીલ અભિષેક રાજપૂત પર જોગણી માતા રોડ પર બે અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કર્યો હતો. એક વીડિયોમાં તેમણે ભાજપના કાઉન્સિલર અમિતસિંહ રાજપૂત પર આરોપ લગાવ્યા હતા. અમિતે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પોલીસે ટેકનિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

આગ

ડિંડોલીમાં ભાજપના કાઉન્સિલર અમિત સિંહ રાજપૂતના ઘરમાં ભીષણ આગ લાગી હતી.

કોરોના વિવાદ

કોરોના વાયરસના રોગચાળામાં રાજ્ય બહારથી આવનાર તમામ લોકોને ફરજિયાતપણે 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સુરત મહાનગરપાલિકાએ આદેશ કર્યો હતો. પરંતુ સુરત મહાનગર પાલિકાના ભાજપના નેતા અમિત રાજપુત બહારગામ તિરૂપતિથી આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરી પાલિકાની મુખ્ય કચેરીએ પોતાની કચેરીમાં આવ્યા હતા ત્યારે વિવાદ ઉભો થયો છે. લોકોને ફરી ચેપ લાગી શકે તેમ હતો.

સુરતમાં નેતા, પોલીસ અને બુટલેગર એક સાથે દેખાયા હતા. બુટલેગર મુન્નાનો ફોટો વાઇરલ થયો હતો. અમિતસિંહ રાજપૂતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાની પકડ જમાવી છે.

મુન્ના લંગડા દારૂ જુગારનો અડ્ડા ચલાવનાર છે. તેમાં મુન્નાની હાજરી વચ્ચે પોલીસ કર્મી હર્ષદ દેસાઈ દેખાયો છે. જેમાં હર્ષદ દેસાઈ ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો. તેમાં નેતાજીની ભલામણથી SOGમાં બદલી કરાવી હોવાની ચર્ચા છે. જેમાં હવે નેતાજી સાથેના ફોટોના કારણે ટ્રાફિકમાં બદલી કરાઇ છે.

ભાજપના વિવાદો

સપરતમાં દિપીકા પટેલ આપઘાત કેસમાં નગરસેવક ચિરાગ સોલંકી સામે કચવાટ, ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારી સહિતના કાર્યકરોને પગલે શહેર ભાજપનું નામ વગોવાઈ રહ્યું છે. સત્તાના મદમાં છકી ગયેલા કાર્યકરોના વાણી, વર્તન અને વ્યવહારથી સામાન્ય નાગરિકો ઉવાચ થઈ ચૂક્યા છે. શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના સગા ભાઈએ ડાન્સર સાથે ઠુમકા મારી રહેલા ભાજપના કાર્યકર સુજીત ઉપાઘ્યાયનો વીડિયો વાઈરલ થયો. હાથમાં રિવોલ્વર પકડી યુપીવાસી સ્ટાઈલમાં બરાબર ઝૂમી રહેલા પાર્ટીના શિષ્ટબદ્ધ કાર્યકરના અવિવેકી સંસ્કાર જોઈ ભાજપના કાર્યકરો અને નેતાઓને પણ હવે આ જ જોવાનું બાકી હતું!.

આ પણ વાંચો:

Surat Viral Video: જાહેરમાં ભાજપ નેતાઓના તાયફા, રોડ પર ફટાકડા ફોડી જન્મ દિવસ ઉજવતાં કાર્યવાહીની માંગ, જુઓ

Surat: ભાજપની શિસ્તતાના લીરેલીરા ઉડ્યા, કાર્યાલયમાં જ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતાં પોલીસે…

શું કોંગ્રેસ કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકશે? જાણો પ્રિયાંક ખડગેએ શું કહ્યું?

Kerala: 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, RSS ના “એનએમ” નામના સભ્ય પર વારંવાર જાતીય શોષણનો આરોપ

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!