
Surat BJP office fighting: પોતાને શિસ્ત ગણતી ભાજપ પાર્ટીના કાર્યકરોએ તેના લીરેલીરા ઉડાવી નાખ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મુખ્ય ભાજપ કાર્યાલયમાં ભાજપ નેતાઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે સુરત મહાનગરના ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં વોર્ડ નંબર-2ના કાર્યકર દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીની ફરિયાદ નોંધાવી છે.
સુરત શહેર ભાજપ કાર્યાલયમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે છુટાહાથની મારામારી, વીડિયો વાયરલ થતા જ બન્યો ચર્ચાનું કેન્દ્ર #SuratNews #BJP #PoliticalNews #ViralVideo #SuratBJP #Gujarat #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts pic.twitter.com/xltY7uUKp2
— Zee 24 Kalak (@Zee24Kalak) October 9, 2025
મળતી જાણકારી અનુસાર બુધવારે સાંજે ઉધના BJP કાર્યાલયમાં નિયમિત ચા-નાસ્તાનો સમય ચાલુ હતો. વોર્ડ નંબર-2ના સક્રિય કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ અને પટાવાળા સાથે નાસ્તાની વ્યવસ્થા અંગે બોલાચાલી કરી હતી. નાની-મોટી બોલાચાલીથી શરૂ થયેલી આ રકઝક કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકરોના ધ્યાનમાં આવી, અને તેમાંથી એક પગલું આગળ વધીને મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આનાથી વાત વધુ વણસી ગઈ.
સુરત મહાનગર BJPના ખજાનચી શૈલેષ જરીવાલા, જેઓ તે સમયે કાર્યાલયમાં હાજર હતા, તેમણે દિનેશ સાવલિયાને માથાકૂટ ન કરવા કહ્યું હતુ. જેથી ઉશ્કેરાયેલા સાવલિયાએ ‘તું કોણ મને કહેવાવાળો’ જેવા આક્રમક શબ્દો કહ્યા અને તરત જ જરીવાલા સાથે ધક્કામુક્કી શરૂ કરી દીધી. આ રકઝક એટલી વધી કે તે મારામારીમાં બદલાઈ ગઈ, જેમાં બંને પક્ષો વચ્ચે હાથ-પાવનો ઉપયોગ થયો.
કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકરો અને કર્મચારીઓએ આ ઝઘડાને અલગ કરવા પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી મામલો તો ગંભીર બની ગયો હતો. આ ઘટના દરમિયાન કોઈએ તરત મોબાઈલથી વીડિયો રેકોર્ડ કર્યો, જે પછીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ ગયો.
આ મામલે તરત જ કાર્યવાહી કરતાં ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીના ગુનો નોંધાવ્યો છે. પોલીસ તપાસમાં જણાવ્યા મુજબ, આ ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી, અને વીડિયોમાં દેખાતા પુરાવા આધારે તપાસ આગળ વધી રહી છે. શિસ્તબદ્ધતા અને એકતા માટે જાણીતી પાર્ટીની ઈજ્જતના લીરેલીરા ઉડાવ્યા છે.
આ પણ વાંચો:
આતે ભાજપ કાર્યાલય કે મચ્છી બજાર? ભાજપના બે કાર્યકરો વચ્ચે જોરદાર મારમારીનો વીડિયો વાયરલ
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?
સુરત: બીજેપીના પૂર્વ ધારાસભ્યના પત્રથી વિકાસના નામે બણગા ફૂંકતી ભાજપ સરકારની ખુલી ગઈ પોલ
UP Politics: ‘આ સાઠગાંઠ નથી તો શું છે?’, માયાવતીએ ભાજપની પ્રશંસા કરતાં અખિલેશ યાદવ શું બોલ્યા?








