Gujarat Education: ગુજરાતમાં PTC એડમિશન કૌભાંડ, રુ. 2 લાખમાં સીટોનું વેચાણ, શિક્ષણ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

  • Gujarat
  • October 10, 2025
  • 0 Comments

Gujarat Education: રાજ્યના શિક્ષણ વ્યવસ્થા પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ભ્રષ્ટાચારના ચોંકાવનારા આરોપો લગાવાયા છે. જેમાં PTC એડમિશન પ્રક્રિયામાં ટ્રસ્ટીઓ અને અધિકારીઓના મિલીભગતથી ₹2 લાખ સુધીના ડોનેશનની માંગણી કરવામાં આવે છે તેવું જણાવતા યુવરાજસિંહ જાડેજાએ વિડિયો પુરાવા પણ જાહેર કર્યા છે.

યુવરાજસિંહ જાડેજાનો નવો ધડાકો

આ આરોપોમાં શિક્ષણ સચિવ મુકેશ કુમાર અને લોકમાન્ય B.Ed. કોલેજના ગૌરાંગ પરમારના નામનો ઉલ્લેખ કરીને તેમણે શિક્ષણ વિભાગને ‘માફિયા મોડલ’ તરીકે રજૂ કર્યો છે.યુવરાજસિંહ જાડેજા, જેમની યુવા અધિકાર ચળવળ રાજ્યમાં જાણીતી છે, તેમણે બુધવારે X (ટ્વિટર) પરપોસ્ટમાં આ કૌભાંડની વિગતો શેર કરી.

ગુજરાતમાં PTC એડમિશન કૌભાંડ

તેમણે કહ્યું, “ગુજરાતનું શિક્ષણ તંત્ર આજે સૌથી મોટો વ્યવસાયિક બજાર બની ગયું છે. PTC એટલે શિક્ષણનો પ્રથમ પગથિયો કહેવાતું — આજે એ ભ્રષ્ટાચારના વેપારનું કેન્દ્ર બની ગયું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે માન્યતા રદ્દ થયેલી કોલેજોને રાજકીય આશીર્વાદથી રાતોરાત માન્યતા મેળવી આપવામાં આવે છે, જ્યારે યોગ્ય વિદ્યાર્થીઓને નિયમોના નામે બહાર કરવામાં આવે છે.

 

યુવરાજસિંહ જાડેજાના આરોપોમાં ચાર મુખ્ય મુદ્દાઓ છે

2 લાખ રૂપિયામાં PTC સીટોનો વેપલો

PTC કોલેજોના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન માટે રૂપિયા માંગે છે. એક વિડિયોમાં ટ્રસ્ટી સાહેબ કહે છે, “એક લાખ તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે!” લોકમાન્ય B.Ed. કોલેજના ગૌરાંગ પરમાર પર સૌથી ગંભીર આરોપ છે. તેમણે માન્યતા રદ્દ થયેલી કોલેજોમાં 50% ભાગીદારીના MOU કરીને તેમને ‘ચમત્કારિક રીતે’ માન્ય બનાવે છે. જાડેજાએ પૂછ્યું, ” આ શું છે ? “એજ્યુકેશન કે એક્સ્ટોર્શન?””

ઉત્તરબુનિયાદી વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ-નિયમ કે નિર્મમતા?

પહેલા ‘ઉત્તરબુનિયાદીમાં ભણ્યા છો’ના આધારે એડમિશન આપ્યા પછી તે રદ્દ કરી દેવાયા. ફી લઈ લીધા પછી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં ₹2 લાખની લાંચ માંગવામાં આવી. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું, “આ તો સીધી ઠગાઈ છે!” તેમણે સવાલ કર્યો કે, શું હવે નિયમોનો ઉપયોગ “સાચા”ને દબાવવા અને “ગોઠવાયેલા”ને બચાવવા માટે થાય છે?

પૂરક પરીક્ષા પાસ છતાં એડમિશન નહીં

D.El.Ed 2025-26 માટે પૂરક પરીક્ષાઓ પાસ કરનાર વિદ્યાર્થીઓને ‘જૂના નિયમો’ના નામે નકારી કાઢવામાં આવ્યા. “નિયમો હવે શિક્ષણ માટે નહીં, સેટિંગ માટેના હથિયાર બની ગયા છે,” તેમ જાડેજાએ જણાવ્યું.

ઓફલાઈન એડમિશન, ગરીબોની લૂંટ

‘ડિજિટલ ગુજરાત’ના દાવાઓ વચ્ચે એડમિશન પ્રક્રિયા ઓફલાઈન રાખવી શંકાસ્પદ છે. આને ‘મેન્યુઅલ લૂંટ’ તરીકે રજૂ કરતા જાડેજાએ કહ્યું, “આજે શિક્ષણ વિભાગ એક તંત્ર નથી, એ તો સુનિયોજિત માર્કેટ સિસ્ટમ બની ગયું છે — જ્યાં દરેક નિર્ણયનો ભાવ છે, દરેક ઉમેદવાર એક ટાર્ગેટ છે.”

શિક્ષણ મંત્રીને ખુલ્લી ચેલેન્જ અને માંગણીઓ

યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ મંત્રીને ખુલ્લી ચેલેન્જ આપી છે કે, “જો આ દાવાઓ ખોટા છે, તો નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડો. જો સાચા છે, તો આ આખું તંત્ર તોડી નાખો.” તેમણે માંગ કરી છે કે તમામ PTC કોલેજોના એડમિશન પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવામાં આવે અને ટ્રસ્ટી, મધ્યસ્થો તથા વિભાગીય અધિકારીઓ પર ગુનાહિત કાર્યવાહી થાય. “આ લડત ફક્ત કૌભાંડ વિરુદ્ધ નથી — એ રાષ્ટ્રની આત્માને બચાવવાનો સંઘર્ષ છે. શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર હવે નેશનલ શેમ બની ગયો છે,” તેમ તેમણે ઉમેર્યું.

સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

આ આરોપો પર શિક્ષણ વિભાગ અને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જો આ આરોપો સાબિત થયા તો રાજ્યના શિક્ષણ ક્ષેત્રે મોટો આંચકો લાગશે, જ્યારે તપાસની માંગણી વધુ તીવ્ર બનશે.

આ પણ વાંચો: 

 Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

Gold prices:  સોનાના ભાવો આસમાને પહોંચતા હવે મધ્યમ વર્ગ માટે સોનુ ખરીદવું અશક્ય બન્યું! રોકેટ ગતિએ ભાવો વધવાનું આ છે કારણ,વાંચો

પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’

UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય