
Surat Suicide: ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ સતત અભિયાનો ચાલવી રહી છે. જોકે આ વ્યાજખોરો બાઝ આવતાં નથી. સાથે સાથે સમૃધ્ધ ગુજરાત સાજ્યના બણગા ફૂકતી સરકાર મોંઘવારીને કાબૂમાં લઈ શકતી નથી. જેથી લોકો ઊંચા દરે લોન લેવા મજબૂર બને છે. અંતે વ્યાજ ન ભરી શકતાં આપઘાત કરવાનો વારો આવે છે. કેટલીકવાર લોન પૂરી કરી દેતાં હોવા છતાં વ્યાજખોરો વધુ નાણાંની માગણી કરી માનિસક ત્રાસ ગુજારે છે. અંતે એક વ્યક્તિ અને તેનો પરિવાર સામૂહિક આપઘાત કરવા મજબૂર બને છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે.
માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી
સુરત શહેરમાં પરિવારના ત્રણ લોકોએ આપઘાત કરી લીધો છે. અહીં શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીંદગી ટૂંકાવી લીધી છે.
હીરા ઉદ્યોગમાં મંદી આવતાં થયુ દેવું?
મળતી પ્રાથમિક માહિતી મુજબ પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં કામ કરતાં હતા. જો કે હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચઢી ગયા હતાં. આ સિવાય રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિય (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આપઘાત કરી લીધો છે.
અમરોલી પોલીસે તપાસ હાથ ધરી
આપઘાત બાદ પરિવારના લોકોને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેમને ડોક્ટરની ટીમ દ્વારા મૃત જાહેર કરાયા હતા. સમગ્ર મામલે જાણ થતાં અમરોલી પોલીસ દોડી આવી હતી. હાલ સ્યુસાઈડ નોટ કબજે કરી ઉઘરાણી કરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં હેરાન કરતાં લોકોના નામ લખ્યા હોવાની માહિતી મળી રહી છે.
આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?
આ પણ વાંચોઃ Bhavnagar raging: સિનયરોએ 3 ઈન્ટર્નશીપ કરતાં જૂનિયર ડોક્ટરોને માર માર્યો, હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના
આ પણ વાંચોઃ Kheda: કપડવંજ-આતરસુંબા રોડ પર અકસ્માત, બે લોકોના મોત, મૃતકો ક્યાંના?
આ પણ વાંચોઃ Haryana: સ્કૂલ બસની બંન્ને વ્હિલ 3 વર્ષની બાળકી પર ફરી વળ્યા, સ્કૂલે જતાં ભાઈની પાછળ ગઈ હતી