SURAT: સ્વચ્છતાની સલાહ આપતાં સંઘવી પોતાના ગૃહની સફાઈ ક્યારે કરશે?

  • Gujarat
  • January 12, 2025
  • 0 Comments

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના મજૂરા વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે મહિલાઓ  સાથે વાત કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે રાખી શકાય તે અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું કે, હાથમાં ધોકા લઈ લો, પુરુષોની માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે.

રાજ્યમંત્રીએ કહ્યું કે, સોસાયટીની નીચે બેઠાં-બેઠાં ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે છે ને ગપાટા મારે છે. જો તેને અટકાવવા હોય ને સોસાયટી ને ઘરમાં સ્વચ્છતા જાળવવી હોય તો તેના માટે ફક્ત એક જ કામ કરવાનું છે. મારી બહેનોએ હાથમાં ધોકા લઈને નીચે જવાનું છે. જો તમે હાથમાં ધોકા લઈ લેશો તો ભલભલાની માવા ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે. આનાથી સોસાયટીમાં માવા થૂંકવાથી થતી ગંદકી અટકશે, બીમારીઓ ફેલાતી ઘટશે ને સાથોસાથ પુરુષોની મોડા સુધી બેસવાની આદત છૂટતા ઘરે પણ વહેલા આવતા થઈ જશે.

જો કે ગૃહમંત્રી લોકોના ઘરની અને સોસાયટીની સ્વચ્છ કેવી રીતે રાખવી તેની સલાહ તો આપે છે. પરંતુ પોતાના ઘરમાં જ સ્વચ્છતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં છડેઆમ કાયદાઓનું ઉલ્લઘન થઈ રહ્યું છે. અમરેલીમાં રાત્રે આવીને પાટીદાર યુવતીને પોલીસ ઉઠાવી ગઈ હતી.  કાયદો એવો છે કે સાંજ કે રાત્રે મહિલાની ધરપકડ થઈ શકે નહીં. સાથે જ યુવતીને માર મારવાનો પણ આક્ષેપ થયો છે. ત્યારે રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના જ ગૃહની સફાઈ ક્યારે કરશે તેવા સવલો પેદા થાય છે.

આ પણ વાંચોઃ  શું દિલ્હીની જનતા આ વખતે ભાજપને મોકો આપશે?, સર્વેમાં ચોકાવનારા ખુલાસા?

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 5 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 17 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 32 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!