
સુરેન્દ્રનગર(Surendranagar)ના થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નસબંધીનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યો હતો અને હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ફરિયાદ નોંધવામાં પણ વિલંબ કર્યો હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા. મૃતક મહિલાના બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
પરિવારને 4 લાખની સહાય
ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થતાં પરિવારે ડોક્ટર સામે પગલાં ભરવાની કરી હતી. ત્યારે હવે આરોગ્ય વિભાગે બેદરકારી દાખવનાર ડોક્ટર અને સ્ટાફ સામે તપાસના આદેશ આપ્યા છે. તંત્રએ મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની વાત કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, ત્રણ દિવસ અગાઉ થાનગઢનાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 25 વર્ષીય મહિલા કંચનબેન પરમારને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, નસબંધીનાં ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આરોપ છે કે નસબંધીના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કંચનબેનનું મૃત્યુ થયું હતું. આ મામલે પરિવારજનોએ બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ જુઓઃ
આ પણ વાંચોઃ આસારામએ શરતી જામીનનો કર્યો ભંગઃ સારવાર માટે આપ્યા જામીન અને કર્યો સત્સંગ!