સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો કાંડ; 5 કરોડ રૂપિયાની માંગણી કરીને અંતે 50 લાખ રૂપિયાનો કર્યો તોડ

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

અમદાવાદમાંથી એકવાર ચોંકાવનારો તોડકાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ તોડ એક સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે કરતાં પોલીસ વિભાગની બદનામી થઈ રહી છે. પોલીસ વિભાગના કર્મચારીઓની જ વર્તમાન સમયમાં કટકી-લાંચ-હપ્તાખોરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવણી સામે આવી રહી છે. હવે એક વખત ફરીથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ લેવલના પોલીસ કર્મચારીએ એક વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા છે.

સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો છે. જે અંગે મિહીર પરીખ નામના વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરિયાદી વેપારીને સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફોરેન કરન્સીનો કેસ થયો છે તેવું જણાવી તેને ધમકાવ્યો હતો, અને તે કેસના સમાધાનના નામે ડરાવીને તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા.

મળતી માહતી અનુસાર, આરોપી આકાશ પટેલે પોલીસ તરીકેની ઓળખ આપીને વેપારી મિહીર પરિખ સામે ક્રાઇમ બ્રાન્ચમાં કેસ થયો છે. આ કેસમાં 10 થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી. જેમાં આરોપીઓએ પહેલા તો 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી, પરંતુ બાદમાં 50 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી. જે મામલે વેપારીએ આકાશ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, આકાશ પટેલ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરિકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તે લોકો પાસે તોડ કરતો હતો અને સતત વિવાદમાં રહેતો હતો, જેથી તેને બદલી પાલડીથી અન્ય પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પરંતુ આકાશે ત્યાં પણ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને પોતાનો ગોરખધંધો ચાલુ રાખ્યો હતો. બાદમાં અમદાવાદમાં થયેલા કાર કૌભાંડમાં તેનું નામ બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે પોતે પોલીસ હોવાનો રોફ જમાવી લોકો પાસે તોડપાણી કરી રહ્યો છે.

Related Posts

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?
  • August 5, 2026

Gujarat Farmer Protest: ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ વોલ્ટેજ લાઈનો માટે જમીન વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોના સંગઠનોમાં ભારે અસંતોષ…

Continue reading
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 3 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

  • August 5, 2026
  • 3 views
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

  • August 5, 2026
  • 4 views
Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 7 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 11 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 7 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?