ગુજરાતમાં લાયન પ્રોજેક્ટ થકી સંરક્ષણની વાતો મિથ્યા; 2024માં સિંહમરણનો આંકડો ચોંકાવનારો

  • સિંહ સંરક્ષણની વાતો વચ્ચે 2024માં સિંહમરણનો આંકડો ચોંકાવનારો

હાલમાં જ પીએમ મોદીએ સિંહ બાળોને દૂધ પીવડાવ્યું હતું. આ તમામ ફોટોગ્રાફ્સ દેશભરના લોકોને નિહાળ્યા હતા. પરંતુ આ વચ્ચે વિધાનસભાના એક પ્રશ્નના જવાબમાં સિંહમરણને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. વનમંત્રી દ્વારા વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં સિંહોના મોત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તે મુજબ 286 સિંહોના મોત થયા છે. તેમાંથી 228 સિંહોના કુદરતી અને 58 સિંહોના અકુદરતી મોત થયા છે.

પીએમ મોદી ગિરમાં આવીને સિંહ દર્શન તો કરે છે પરંતુ તેમને બચાવવા માટે યોગ્ય પ્રમાણમાં પગલા ભરવામાં આવે છે કે નહીં તેના વિશેની કોઈ તસ્દી લેતા હોય તેવું લાગી રહ્યું નથી. સિંહ મૃત્યુના આંકડા ચોંકાવનાર તેટલા માટે છે કેમ કે, સિંહોમાં ફેલાયેલા રોગચાળા દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુ થયા નહતા.

તો પછી સામાન્ય દિવસોમાં કેમ આટલી મોટી સંખ્યામાં સિંહ બાળ અને યુવા સિંહોના મોત થઈ રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. સરકાર કહે છે કે સિંહોને બચાવવા માટે તમામ રીતના પગલા ભરવામાં આવી રહ્યા છે તો પછી સિંહોનું મૃત્યુ દર ઘટવાની જગ્યાએ વધી કેમ રહ્યો છે?

જ્યારે સિંહોમાં સીડીવી તથા બેબેસીયા નામના જીવલેણ વાયરસ આવ્યા હતા ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા છે. 2018થી 2020 દરમિયાન રોગચાળો હોવાના કારણે સિંહોના મોત થયા તે સ્વભાવિક છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીના અચાનક બે દિવસ અમદાવાદમાં ધામા કેમ?

વનમંત્રી દ્વારા વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં સિંહોના મોત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તે મુજબ 286 સિંહોના મોત થયા છે. તેમાંથી 228 સિંહોના કુદરતી અને 58 સિંહોના અકુદરતી મોત થયા છે. તેમાંય મોટા સિંહ 41 અને 17 સિંહ બાળના અકુદરતી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

વન વિભાગ દ્વારા અગાઉ દાવા કરવામાં આવ્યા છે કે, જે સિંહોના મોત થાય છે તેમાં મોટાભાગે બાળસિંહોના મોત થતા હોય છે પરંતુ આ વખતે ઉલ્ટી ગંગા હોય તેમ સૌથી વધુ મોટા સિંહોના અકુદરતી મોત થયા છે. પ્રોજેક્ટ લાયન અમલમાં હોવાના દાવાઓ વચ્ચે સિંહોના મોતનો આંકડો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પ્રોજેક્ટ લાયન સામે પણ પ્રશ્ન ઉભા થયા છે. બાળસિંહોનાં મોત વધુ થતા હોવાના દાવા વચ્ચે વયસ્ક સિંહોનાં અકુદરતી મોત વધુ થયા છે.

જણાવી દઈએ કે, ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે.

આ પણ વાંચો- ‘પાકિસ્તાની કાર્ડ’ પણ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણથી બચાવી શક્યું નહીં, યુએસ કોર્ટે અપીલ ફગાવી

Related Posts

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
  • August 8, 2025

Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.…

Continue reading
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 4 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 7 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 19 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 18 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?