
Jamnagar : હાલ ભારત (India) પાકિસ્તાન (Pakistan) વચ્ચે જે તણાવની સ્થિતિ સર્જાઈ છે તેની ગુજરાતમાં (Gujarat) પણ મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતના સરહદી વિસ્તારો હાલ એલર્ટ મોડ પર છે. હાલની સ્થિતિને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે એક બાદ એક સાવચેતીના પગલા લઈ રહ્યં છે તેવામાં હવે જામનગરના કલેક્ટરે એરફોર્સ સ્ટેશનથી મળેલી સૂચના અનુસાર, જિલ્લામાં આપત્કાલીન સ્થિતિ જાહેર કરી દીધી છે.
જામનગરમાં આપાતકાલીન સ્થિતિ
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે તમામ વેપાર, ઉદ્યોગ, અને ધંધાઓ બંધ રાખવા અનુરોધ કરવામા આવ્યો છે. આ સાથે નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવાની પણ અપીલ કરવામા આવી છે. એરફોર્સ તરફથી વોર્નિંગ મળ્યા બાદ આ પગલું ભરવામા આવ્યું છે. જામનગરમાં સરહદી વિસ્તારોમાં જોખમ હોવાથી શક્યતા હોવાથી સરહદી જિલ્લાઓમાં, પોલીસ અને સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામા આવી છે.
જામનગરમાં વેપાર, ઉદ્યોગ, અને ધંધાઓ બંધ રાખવા અનુરોધ#Jamnagar #IndiaPakistanWar #IndianArmyForces #IndiaPakistan #thegujaratreport pic.twitter.com/1QJ1Avwm8D
— The Gujarat Report (@TGujarat_Report) May 10, 2025
નાગરિકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા સૂચના
નાગરિકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે તેમજ સરહદી વિસ્તારોમાં ગતિવિધિઓ નજર રખાઈ રહી છે.
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ







