
ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આજે સવારે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળની ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે.
7માંથી 3ના ઘટનાસ્થળે કરુણ મોત
અજમેરથી મુંબઇ પરત ફરતો હતો પરિવાર પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નજીકના બાકરોલ બ્રિજ પાસે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અજમેરથી મુંબઇ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પરિવારના 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે મો થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોમાં તાહીર શેખ (ઉ.વ. 32), આયર્ન ચોગલે (ઉ.વ.23), મુદ્દસરન જાટ (ઉ.વ.25)નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચોઃ પાટીદાર યુવતી પાયલ ગોટી મામલે મોટો પર્દાફાશ, જુઓ વિડિયો







