Thomas Alva Edison: પરિસ્થિતિની સામે હાર ન માનો! વાંચો 67 ની ઉંમરે નાશમાંથી નવું સર્જન કરનાર એડિસનની પ્રેરણાદાયી સ્ટોરી

અહેવાલ: ડૉ. જય નારાયણ વ્યાસ

 Thomas Alva Edison:  થોમસ આલ્વા એડિસન – 2003 સુધી તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ ધરાવતા વ્યક્તિઓમાં મોખરે હતું. વિજળીનો બલ્બ, મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઈલેક્ટ્રીક વોટ રેકોર્ડર જેવી ઘણી શોધો એમના નામે ચઢી છે. થોમસ આલ્વા એડિસન એક શોધકની સાથેસાથે ચાલાક બિઝનેસમેન પણ હતા. આ એડિસનની જિંદગીમાં બનેલી ઘટના એમના દીકરા ચાર્લ્સ દ્વારા 1961 માં રીડર્સ ડાઈજેસ્ટમાં પ્રકાશિત કરવામાં આવી છે.

આગમાં પોતાની જીંદગીભરની મહેનત બળીને ખાખ થઈ

એડિસનના જીવનમાં 10 મી ડિસેમ્બર 1914 ની સાંજે એક ઘટના ઘટી. વેસ્ટ ઓરેન્જ ન્યુજર્સી ખાતેનું એનું સંકુલ એક જોરદાર ધડાકાથી ધ્રુજી ઉઠ્યું. લગભગ અડધોઅડધ સંકુલના 10 જેટલાં બિલ્ડિંગ્સ આગની જવાળાઓમાં લપેટાઇ ગયાં. ફાયરટીમ પહોંચી ત્યાં સુધીમાં તો જાતજાતનાં કેમિકલ્સને કારણે બિલ્ડિંગમાંથી ઊઠતી ભયાનક આગની જ્વાળાઓ આકાશને આંબવા જાણે કે હોડ બકી રહી હતી. પોતાના પિતાની જિંદગીભરની મહેનત અને શોધખોળોને ભસ્મીભૂત થતી જોઈને દ્રવી ઉઠેલો એડિસનનો દીકરો એકીટસે આ અગ્નિકાંડને જોઈ રહેલા પિતા પાસે પહોંચ્યો. એડિસને લગભગ બાળક જેવા અવાજમાં દીકરાને કહ્યું, ‘જા તારી મા અને એના મિત્રોને લઇ આવ, તેમને જિંદગીમાં બીજીવાર આ પ્રકારની ભયંકર આગ જોવાનો મોકો નહીં મળે.’

અફતમાં પણ સહજ વર્તન 

પિતાના વર્તનથી સહેજ નારાજ દીકરાને એડિસને કહ્યું, ‘કોઈ વાંધો નહીં. આ આગમાં બળી જવાને કારણે ઘણા બધા નકામા કચરાનો આપોઆપ નિકાલ થઈ ગયો છે. સાથે સાથે આપણી ભૂલોનો પણ.’

ફેક્ટરી ખાખ થઈ પણ કર્મચારીને છૂટા ન કર્યા 

એ સાંજે એડિસને ન્યુયોર્ક ટાઈમ્સને ઇન્ટરવ્યૂ આપતાં કહ્યું, ‘ભલે હું 67 વરસની ઉંમર પસાર કરી ચુક્યો છું. આવતીકાલે ફરી એકવાર બધું નવેસરથી શરૂ કરીશ.’ એડીસન એના શબ્દોને વળગી રહ્યો. બીજા દિવસે ભસ્મીભૂત થઈ ગયેલ ફેક્ટરીને ફરી ઉભી કરવા કામે લાગ્યો. તેણે પોતાના એક પણ કર્મચારીને છૂટા કર્યા નહીં.

 ત્રણ અઠવાડિયામાં એડિસનની ફેકટરી ફરીથી ધમધમતી થઈ 

જ્યારે એણે આખાય નુકસાનીનો અંદાજ કાઢ્યો ત્યારે એ નુકસાન 9,19,788 ડોલર જેટલું થઇ ગયું હતું જે આજની કિંમતે 2.3 અબજ ડોલર થાય. આગને કારણે અત્યંત અમૂલ્ય એવા કેટલાય વરસોના રેકોર્ડસ, પ્રોટોટાઈપ નાશ પામ્યા હતા. એડિસન પાસે જે વીમો હતો તે ત્રીજા ભાગનું નુકસાન પૂરવા માટે પણ સક્ષમ નહોતો. એનો મિત્ર હેનરી ફોર્ડ મદદે આવ્યો. એણે 7.5 લાખ ડોલરની લોન આપી. આ બધાને પરિણામે માત્ર ત્રણ અઠવાડિયામાં એડિસનની ફેકટરી ફરીથી ધમધમતી થઈ એટલું જ નહીં એના કર્મચારીઓએ બે શિફ્ટમાં કામ કર્યું અને ભૂતકાળમાં ક્યારેય નહોતું થયું એટલું ઉત્પાદન થવા માંડ્યુ. એડિસન અને તેની ટીમે 1918માં આ બધાને કારણે એક કરોડ ડોલરનો વિક્રમી નફો કર્યો.

આપત્તિને અવસરમાં પલટાવવા બમણા જોરથી કામે લાગ્યા

ગ્રીક સંસ્કૃતિમાં ‘Stoicis’ શબ્દ એવા વ્યક્તિઓ માટે વપરાય છે જે બીકને ડહાપણમાં, દર્દને બદલાવની પ્રક્રિયામાં, ભૂલોને નવસર્જનમાં અને નિરાશાને મક્કમ નિર્ધારમાં પલટાવી શકે. આપણે આ પ્રકારના વ્યક્તિત્વ માટે સ્થિતપ્રજ્ઞ શબ્દ વાપરીએ છીએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા ટ્રેજેડીની ઘટના ઘટે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા એને સ્થિતપ્રજ્ઞની દ્રષ્ટિથી જોવાની અને ત્યારબાદ પેલા ‘Stoicis’ની માફક આપત્તિને અવસરમાં પલટાવવા બમણા જોરથી કામે લાગવાની જરૂરિયાતનો નિર્દેશ કરે છે. એડિસને આ કર્યું.

ટીકાકારે પણ બિરદાવ્યા 

અમેરિકાના પ્રેસિડન્ટ વુડ્રો વિલસન અને જ્યોર્જ ઈસ્ટમેન જેવી પ્રતિભાઓ દ્વારા કટોકટીના સમયે એને પ્રોત્સાહન આપતા સંદેશા મળ્યા. પણ માણસની સાચી કદર તો એનો હરીફ કે કટ્ટર પ્રતિસ્પર્ધી જ્યારે તેના વખાણ કરે ત્યારે થાય છે. એના જેવો જ બીજો એક સંશોધક અને ધંધાદારી નિકોલા ટેસ્લા, જેના માનમાં 1960 માં જનરલ કોન્ફરન્સ ઓન વેઇટસ એન્ડ મેઝર્સ દ્વારા મેગ્નેટિક ફ્લક્સ ડેન્સીટીના માપકને ટેસ્લા નામ આપવામાં આવ્યું, તે થોમસ એડિસનનો કટ્ટર ટીકાકાર તરીકે જાણીતો હતો. તેણે જે સંદેશો મોકલ્યો તે નીચે મુજબ હતો, ‘આ તારું અંગત નુકસાન નથી, એ માત્ર રાષ્ટ્રીય નુકસાન પણ નથી. સમગ્ર વિશ્વને આનાથી નુકસાન થયું છે, તારા સંશોધનોના કારણે આખી દુનિયાને બહુ મોટો લાભ મળ્યો છે’. આથી વધારે તમારો ટીકાકાર તમને કઈ રીતે બિરદાવી શકે?

નિવૃતિની ઉંમરે પરિસ્થિતિ સામે બાથ ભીડી 

ભસ્મીભૂત ફેક્ટરીને પુન:ધબકતી કરવામાં જબરજસ્ત પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસનો પડઘો એક વિશિષ્ટ પ્રશંસા એટલા માટે માગી લે છે કે આ ટ્રેજડી એડિસન 67 વરસ વટાવી ચૂક્યા હતા ત્યારે બની. આ એ ઉંમર છે જ્યારે માણસ નિવૃત્ત થઈને શાંતિથી જીવવાનાં સ્વપનાં જુએ. આ એ ઉંમર છે જ્યારે આ પ્રકારની ઘટના ભલભલાની હિંમત તોડી પાડે પણ એડિસનના મનમાં કદાચ પરિસ્થિતિ સામે બાથ ભીડતાં મરીઝ સાહેબની નીચેની પંક્તિઓ ગુંજતી હશે.

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

આ પણ વાંચો:

Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા

મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel

મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”