
- ICC રેન્કિંગમાં ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી; શુભમન ગિલ નંબર-1
ભારતના સુપરસ્ટાર બેટર વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની તાજેતરની ODI રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ટોચના 5 માં પાછો આવી ગયો છે. કોહલીએ રવિવારે (23 ફેબ્રુઆરી) દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરીને પોતાની 51મી વનડે સદી ફટકારી હતી. એ પછી તેને ODI બેટરોની રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. એટલે હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
આ રીતે ભારતના ત્રણ ખેલાડીઓ ટોચના 5 ખેલાડીઓની યાદીમાં પ્રવેશી ગયા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારા પ્રદર્શનને કારણે ઓપનર શુભમન ગિલ (પ્રથમ) અને કેપ્ટન રોહિત શર્મા (ત્રીજા) એ બેટિંગ રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કુલદીપ નંબર 3 વનડે બોલર છે.
ગિલે રેન્કિંગમાં ટોચ પર પોતાની લીડ 47 રેટિંગ પોઈન્ટ સુધી વધારી દીધી છે, જ્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે તેમ છતાં બીજા સ્થાને છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વનડે બેટ્સમેનોની યાદીમાં ટોપ 10માં સ્થાન મેળવનાર કોહલી એકમાત્ર ખેલાડી છે, પરંતુ બુધવારે ICC દ્વારા અપડેટ કરાયેલા નવા રેન્કિંગમાં ઘણા ખેલાડીઓ ટોપ 10માંથી બહાર થઈ ગયા છે.
આ પણ વાંચો-રાજ્ય સરકારના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં સરકાર કરશે વધારો; કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ