
Ajab Gajab: અમેરિકાની ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માતા વિના બાળક પેદા કરવાની નવી રીત શોધી કાઢી છે જે મુજબ હવે બે પુરુષ પણ બાળક પેદા કરી શકશે. જોકે,આપના મનમાં સવાલ થશે કે માતા વિના બાળકો કેવી રીતે પેદા થશે? તો સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે કંઈપણ અશક્ય નથી આ માટે જે પ્રોસેસ છે તેમાં વૈજ્ઞાનિકોએ મહિલાના ડોનેટેડ એગ્સથી ન્યુક્લિયસ હટાવીને પુરૂષોના સ્કીન સેલને ન્યુક્લિયસ એગ્સમાં નાખે છે. આ એગ્સને પુરૂષોના સ્પર્મથી ફર્ટિલાઇઝ કરાવી શકાશે.
આ આખી પ્રોસેસને વિજ્ઞાનની ભાષામાં માઈટોમીઓસિસ કહેવામાં આવે છે. હાલમાં વૈજ્ઞાનિક આવા 82 એગ્સ બનાવી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના એગ્સ પર હાલ પરિક્ષણ ચાલી રહ્યું છે જેમાં સફળતા મળશે તો હવે સેમ-સેક્સ કપલ્સ પણ જેનેટિક બાળકો પેદા કરી શકશે.
દરમિયાન આ પ્રોસેસથી પેદા થયેલાં બાળકોમાં બે DNA હશે આ વાતથી સમલિંગી પુરુષ કપિલમાં આનંદ ફેલાયો છે તો બીજી તરફ એવી મહિલાઓને પણ ફાયદો થશે કે જેમના એગ્સમાં પ્રોબ્લેમ છે.
આ પણ વાંચો:
Ajab Gajab: ડિલિવરી બોયની બદલાઈ કિસ્મત, મહિલાનો જીવ બચાવતા થયો માલામાલ










