
- એક વખત ફરીથી સુરતની ગટર બે વર્ષના બાળકને ગળી ગઈ; ફાયર વિભાગની શોધખોળ
બે વર્ષ પહેલા સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલનપુર ગામમાં બે વર્ષનું બાળક ગટરમાં ખાબક્યું હતું. ત્રણ કલાક પછી બાળકની લાશ ગટરમાંથી મળી હતી. હવે એક વાર ફરીથી સુરતના સુરતના અમરોલી વિસ્તારમાં બે વર્ષનું બાળક ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે.
આ હચમચાવતી ઘટના પછી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગેલે ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકની શોધખોળ શરૂ કરી છે. જોકે, પાછલા ત્રણ કલાકથી શોધખોળ કરતાં હોવા છતાં બાળક મળી શક્યું નથી. તેથી માતા-પિતા ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.
મળી રહેલી માહિતી અનુસાર ન્યૂ કતારગા વિસ્તારમાં સમુન સાધના આવસમાં રહેતો બાળક ગટરમાં ખાબક્યું છે. આ બાળકનું નામ કેદાર શરદ ભાઈ વેગડા હોવાની માહિતી સામે આવી રહી છે. બાળક પોતાની માતા સાથે માર્કેટમાં જઈ રહ્યું હતું તે દરમિયાન 120 ફૂટ રોડ પર ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. આ ઘટના સાંજે સાડા પાંચ વાગે બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાયર વિભાગે પાછલા બે કલાકથી વધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યા છતાં બાળક ન મળતા પોલીસ અને 108ને જાણ કરી હતી. પાછલા બે કલાકથી ફાયર વિભાગ દ્વારા 500 મીટરના એરિયામાં બાળકની શોધખોળ કરી છે. જોકે, અત્યાર સુધી બાળક મળી શક્યું નથી.
આ પણ વાંચો – અભિષેક શર્માનો મોટો કૂદકો; T-20 બેટિંગ રેન્કિંગમાં બન્યો નંબર-2






