Arvind Kejriwal: લોકશાહી શાસનમાં પહેલીવાર ED-CBIની કામગીરી સામે લોકોમાં વિશ્વાસ તૂટ્યો!! CMને જેલભેગા કરી દિલ્હીની ગાદી કબ્જે કરવાનો શુ આ પ્લાન હતો? તપાસ એજન્સીઓએ કોના ઈશારે કામ કર્યું?

  • India
  • March 1, 2026
  • 0 Comments

Arvind Kejriwal: દિલ્હીના લિકર સ્કેમ કાંડ બાદ હવે ED-CBI જેવી તપાસ એજન્સી હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે અને લોકોનો વિશ્વાસ તોડી નાખ્યો છે આ એજન્સીઓ માત્ર સરકારના ઈશારે કામ કરતી હોવાની પોલ ખુલી પડી છે, દિલ્હી લિકર સ્કેમ પ્રકરણ દેશનું મોટું ગોટાળા પ્રકરણ હોય તેવી રીતે ચગાવીને CM કક્ષાના નેતા અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓને જેલભેગા કરાયા ત્યારે ‘આપ’ની ઈમાનદારીની ધજીયા ઉડી ગઈ અને ઇમેજ ખરડાઈ પણ આજે સત્ય સામે આવ્યું અને અરવિંદ કેજરીવાલ,મનીષ સિસોદિયા સહિતના આરોપીઓને જ્યારે કોર્ટે નિર્દોષ છોડી મુક્યા ત્યારે હવે આ દેશની તપાસ એજન્સીઓની ક્રેડિબલિટી સામે સવાલો ઉઠ્યા છે.

નેતાઓની કારકિર્દી ખતમ થઈ શાશન ગયું વર્ષોની જેલ બાદ કોર્ટે સરકાર ED અને CBIને કહ્યું કે ભ્રષ્ટાચાર થયાના પુરાવા જ નથી ત્યારે હવે આ સ્કેમ કરતા રાજકીય ષડયંત્ર હોવાનું વધુ લાગી રહ્યું છે,સાથેજ રિકવરીના કરોડોના દાવાઓનું શું? લોકોમાં આ સવાલ ઉભો થયો છે,દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 524 પેજનો તટસ્થ ચુકાદો આપ્યો જેનાથી ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધી ગયો છે,ભારતના આ સૌથી હાઈપ્રોફાઈલ કેસમાં ચુકાદો અરવિંદ કેજરીવાલના તરફેણમાં આવ્યો છે જેમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર થયા અને સત્યનો વિજય થયો અને સામે પક્ષે ED-CBI અને કેન્દ્ર સરકારની ગંદી રાજનીતિ પણ ખુલ્લી પડી છે.

જે મુદ્દે વિવાદ હતો તે નવી દારૂ નીતિ 9000 કરોડનો પ્લાન શુ હતો તે જાણીએ.

દિલ્હીની કેજરીવાલ સરકારે એવું નક્કી કર્યું કે જો દારૂનું વેચાણ સરકારને બદલે ખાનગી કંપનીઓને સોંપવામમાં આવેતો કાળા બજાર ઉપર લગામ આવે અને સરકારને 9 હજાર કરોડ જેટલો ફાયદો થાય જેનાથી સરકારની તિજોરીમાં વધુ આવક થાય.

દારૂના ખાનગી વેચાણ માટે સરકારે યોજના બનાવી આ મુજબ પગલાં ભર્યા.

●દિલ્હીને 32 ઝોનમાં વહેંચી 849 ખાનગી માલિકીની દુકાનો ફાળવવામાં આવી અને હોલસેલ વેચવા પર 12% નફો

●સવારે 10થી રાત્રે 3 સુધી ઓપન બાર અને ડ્રાય ડે 21થી ૩ દિવસ કરાયો

●લાઈસન્સ ફી 8 થી 75 લાખ કરવામાં આવી અને પીનારાઓ માટે હોમ ડિલેવરીનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો.

હવે ઉપરોક્ત નીતિને CBI અને EDએ કૌભાંડ ગણાવી આરોપ લગાવ્યો કે જે માર્જિન 5 ટકાથી 12 ટકા કરાયું એમાંથી 6 ટકા એટલે કે 100 કરોડ આપ નેતાઓના ખિસ્સામાં ગયા, સાથેજ આ લાંચ આપવામાં સાઉથ ગ્રુપ એટલે કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી KCRના દીકરી કે. કવિતા અને હૈદરાબાદના ઉદ્યોગપતિ સામેલ છે આ ફંડનો ઉપયોગ કરીને આપ ગોવા અને પંજાબની વિધાનસભાની ચૂંટણીઓ કરાવશે.
એજન્સીઓએ દાવો કર્યો કે આ આખા સ્કેમમાં કેજરીવાલની મુખ્ય ભૂમિકા છે.

■ વિવાદની ટાઈમલાઈન આ મુજબ રહી તે પણ જાણો

● નવેમ્બર 2021: દારુ નીતિ લાગુ કરવામાં આવી અને જુલાઈ 2022માં LGનો વાંધો અને CBI તપાસની માંગ થઈ.

● ઓગસ્ટ 2022: ED-CBIએ કેસ નોંધ્યા અને ઓગસ્ટ 2022માં મનીષ સિસોદિયા સહિત 14 સામે FIR થઈ.

● સપ્ટેમ્બર 2022: દારુ નીતિ રદ કરાઈ અને ઓક્ટોબર 2023માં MP સંજય સિંહની ED દ્વારા ધરપકડ થઈ.

● માર્ચ 2024માં ED દ્વારા CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ અને માર્ચ 2024માં કે. કવિતાની ધરપકડ થઈ.

● જૂન 2024માં ફરી કેજરીવાલની CBI દ્વારા ધરપકડ થઈ જ્યારે ઓગસ્ટ 2024માં સિસોદિયાને જામીન મળ્યા.

● સપ્ટેમ્બર 2024માં કેજરીવાલને જામીન મળ્યા અને તેઓએ CM પદેથી રાજીનામુ આપ્યું.

● ફેબ્રુઆરી 2025માં આપની દિલ્હીમાં હાર થઈ અને ફેબ્રુઆરી 2026માં કેજરીવાલ-સિસોદિયા સહિત 23 ને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.

કોર્ટ અરવિંદ કેજરીવાલ સહિત તમામને નિર્દોષ છોડતી વખતે રાઉઝ એવેન્યુ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે CBIની તપાસ ભૂલ ભરેલી છે અને હજારો પાનાંની ચાર્જશીટ છતાં નક્કર પુરાવાનો અભાવ છે, તપાસ એજન્સીએ તથ્યોની સંપૂર્ણ અવગણના કરી. ભ્રષ્ટાચાર કે કાવતરું સાબિત નથી થતું તેથી હવે CBIની કામગીરી સામે તપાસનો આદેશ આપવામાં આવે છે ”

■હવે સવાલ એ થાય છે કે 510 દિવસની જેલ અને બદનામી માટે જવાબદાર કોણ?

સમગ્ર દેશમાં કદાચ પ્રથમવાર એવું બન્યુ છે કે કોઈ સિટિંગ મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોય,હવે લાંબો સમય જેલમાં રહીને નિર્દોષ થાય તો આરોપ લગાવનાર તપાસ એજન્સી,કેન્દ્ર સરકાર સામે શુ થઈ શકે?

બીજી વાત કે જો આ સ્કેમજ નહોતું તો તપાસ એજન્સીઓએ જે કરોડો રૂપિયાની રિકવરી અને કિકબેકના દાવા કર્યા હતા એનું શું થયું? 100 કરોડની લાંચ અને 338 કરોડનું મની લોંડરિંગ ક્યાં થયું? ED-CBIએ કોના દોરી સંચાર હેઠળ કાર્યવાહીઓ કરી? જે મિલકતો ટાંચમાં લેવાઈ હતી તેનું શું થશે? આમ જનતાએ કોઈ ફિલ્મી સ્ટોરીની માફક આ કેસને જોયો અને હવે જ્યારે ચુકાદો આવ્યો ત્યારે દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું છે પણ આપણા દેશમાં તપાસ એજન્સીઓ કોના ઈશારે કામ કરે છે તે પણ ખુલ્લું પડી ગયું છે જે ઇમેજ અને મેસેજ લોકોમાં ગયો છે તે લોકશાહી માટે ખૂબજ ખતરનાક છે અને દેશના બંધારણમાં એજન્સીની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે
  • September 4, 2026

Swatantra Bhardwaj Arrest: દિલ્હીના જંતર-મંતર પર 20 જુલાઈ 2026ના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી કાર્યકર નિશુ આઝાદના પિતા સંજય કુમાર સાથે થયેલી કથિત મારપીટનો મામલો ફરી…

Continue reading
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી
  • September 4, 2026

Rajasthan Gvt demolishes School: રાજસ્થાનના જયપુર જિલ્લાના રામપુરા કનવરપુરા ગામમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી સરકારી પ્રાથમિક શાળાની જૂની ઇમારતને બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ તોડી પાડવામાં આવી છે. આ જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

  • September 4, 2026
  • 3 views
Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

  • September 4, 2026
  • 6 views
Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

  • September 4, 2026
  • 6 views
Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

  • September 4, 2026
  • 9 views
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

  • September 4, 2026
  • 9 views
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

  • September 4, 2026
  • 12 views
SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર