India: ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં ભારત આવ્યા PM મોદી સાથે ફોટા પડાવ્યા મોટી મોટી જાહેરાતો કરી અઠવાડિયામાં બધું ભૂલી પણ ગયા! જાણો આખો મામલો

  • India
  • February 25, 2026
  • 0 Comments

ફ્રાન્સે ભારતને તેના રાફેલ સોર્સ કોડ આપવાનો ઇન્કાર કરી દીધો છે જેથી હવે 114 રાફેલ ફાઇટર ખરીદવા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે હવે જુના સાથી એવા રશિયાના Su-57 રાફેલ જેટનું સ્થાન લઈ શકે કારણ કે તે ઍક્સેસ આપવા તૈયાર છે!

India: ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં ગયા અઠવાડિયે મુંબઈ આવ્યા અને મોદી સાથે ફોટા પડાવ્યા મોટી મોટી વાતો થઈ અને જેવા મૈક્રોં ફાન્સ ગયા અને બધું ભૂલી ગયા જેવો સીન થયો છે સંરક્ષણ ક્ષેત્રે સંયુક્ત ભાગીદારીની વાતો કરીને 21 જેટલા કરાર કરીને ગયા બાદ હવે જે વાત સામે આવી છે તે ફાન્સની નીતિ સ્પષ્ટ કરે છે.

ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો ભારતનો સોદો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આનું કારણ એ છે કે ફ્રાન્સે ભારતને રાફેલ જેટના સોર્સ કોડની ઍક્સેસ આપવાનો ઇનકાર કર્યો છે. નિષ્ણાતો ફ્રાન્સ દ્વારા ભારતને સોર્સ કોડ આપવાનો ઇનકાર માત્ર સોદામાં અવરોધ જ નહીં પરંતુ રશિયા માટે એક તક તરીકે પણ જુએ છે. નિષ્ણાતો માને છે કે આનાથી રશિયાને તેનું Su-57 જેટ ભારતને પ્રદર્શિત કરવાની તક મળશે. મોસ્કો જેટની ટેકનોલોજી ટ્રાન્સફર કરવા સંમત થયું છે, જે ભારત માટે એક સારી ઓફર છે.

મિલિટરી વોચ મેગેઝિન અનુસાર, ફ્રાન્સે ભારતને રાફેલ ફાઇટર જેટના મુખ્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટને નિયંત્રિત કરતા સોર્સ કોડની ઍક્સેસ આપવાનો ઇનકાર કર્યો છે, ફ્રાન્સના આ નિર્ણયની સીધી અસર ભારતીય વાયુસેનાની ઓપરેશનલ સ્વતંત્રતા પર પડે છે. તે ભારતને રાફેલ જેટમાં સ્વદેશી શસ્ત્રોમાં ફેરફાર, અપગ્રેડ અથવા એકીકૃત કરવાથી અટકાવશે.

ભારતને ફ્રાન્સ તરફથી અત્યાર સુધીમાં 36 રાફેલ મળ્યા છે. ભારતીય વાયુસેનાને જો વધારાના 114 રાફેલ મળે તો તે ભારતીય વાયુસેનાના કાફલામાં બીજા ક્રમનું સૌથી વધુ તૈનાત વિમાન હશે. તેથી 114 રાફેલ માટેનો સોર્સ કોડ જરૂરી છે, કારણ કે ભારત તેની લશ્કરી ટેકનોલોજી સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે.

ભારતે તાજેતરના વર્ષોમાં ફ્રાન્સ સહિત અનેક પશ્ચિમી દેશો પાસેથી શસ્ત્રો ખરીદ્યા છે, પરંતુ રશિયા તેનો સૌથી મોટો અને સૌથી વિશ્વસનીય સાથી છે. જ્યારે ફ્રાન્સ રાફેલ ટેકનોલોજીથી પીછેહઠ કરી રહ્યું છે, ત્યારે ગયા વર્ષે જૂનમાં, રશિયન સંરક્ષણ મંત્રાલયે ભારતને એક અભૂતપૂર્વ ઓફર કરી હતી કે તેઓ Su-57 પાંચમી પેઢીના ફાઇટરના સોર્સ કોડ સહિત સંપૂર્ણ ઍક્સેસ ભારતને આપવા તૈયાર છે.

ભારતને સોર્સ કોડની સંપૂર્ણ ઍક્સેસ મળવાથી તે Su-57 ફાઇટર એરક્રાફ્ટમાં સ્વદેશી ટેકનોલોજીના કસ્ટમાઇઝેશન અને એકીકરણનું સ્તર વધારી શકશે. આનાથી સંપૂર્ણ સંયુક્ત કાર્યક્રમ થઈ શકે છે. આનાથી ભારતીય સંરક્ષણ ક્ષેત્રને આવશ્યક ટેકનોલોજીની સહિયારી માલિકી મળશે. આ ટેકનોલોજી શેરિંગ અને ઓપરેશનલ સ્વાયત્તતા પર ફ્રાન્સના પ્રતિબંધોની વિરુદ્ધ છે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે Su-57 લાઇસન્સ ઉત્પાદન સોદા અંગે વાટાઘાટો અદ્યતન તબક્કામાં છે. વધુમાં, ભારતમાં સ્વદેશી AMCA પાંચમી પેઢીના ફાઇટર પ્રોગ્રામના વિકાસમાં વિલંબ પણ Su-57 ની આકર્ષણમાં વધારો કરી રહ્યો છે. તે સ્પષ્ટ છે કે ભારત તેના વાયુસેના માટે રાફેલ ઇચ્છે છે, પરંતુ ટેકનોલોજી પર ફ્રાન્સનું વલણ ભારતને હવે રાફેલ સોદા ઉપર વિચારવા મજબુર કરશે અને ભારત રશિયાના Su-57 ફાયટર જેટ સોદા ઉપર વિચાર કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં વચ્ચે હજુ હમણાં જ સાત દિવસ અગાઉ મુંબઈમાં બેઠક થઈ જેમાં ભારત-ફ્રાન્સ ઈનોવેશન યરનો પ્રારંભ અને મીડિયામાં ફાઈટર જેટ રાફેલ, સ્કોર્પીયન સબમરીનથી લઈ હેમર મિસાઈલોના સંયુક્ત ઉત્પાદન પર ભાર મૂકાયો હતો અને કુલ 21 કરારો થયા અને હવે ફાન્સ કહે છે કે રાફેલનું ઍક્સેસ નહિ આપીએ.
આમ,ઘણી વાતો તો થાય છે પણ હકીકત કઈક જુદી હોય છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 5 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 6 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 6 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય