Plane crash: ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ; દર્દી-પરિજનો,ડૉક્ટર સહિત 7ના મોત ; રાંચીથી દિલ્હી જતું વિમાન જંગલમાં તૂટી પડ્યું!

  • India
  • February 24, 2026
  • 0 Comments

Plane crash: કહેવાય છે કે જે નસીબમાં લખ્યું હોય તે થઈને રહે છે માનવી ગમે તેટલું કરે પણ ઉપરવાળા પાસે કોઈનું કઈ ચાલતું નથી.આવાજ કિસ્સામાં એક ઢાબામાં આગ લાગતા તેના માલિક ગંભીર રીતે દાઝી જાય છે અને માંડ બચી જાય છે જેઓને દવાખાને લઈ જવાય છે પણ ત્યાંથી દર્દીને વધુ સારી સારવાર ઉપલબ્ધ થાય તે માટે પરિવારના સભ્યોએ તેઓએ તાત્કાલિક રાંચીથી દિલ્હી લઈ જવાનું નક્કી કર્યું તે માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી પણ આ વિમાન દિલ્હી પહોંચે તે પહેલાં જ વચ્ચે જંગલોમાં તૂટી પડ્યું જેમાં દર્દી અને તેમના સગા સહિત ડોકટર અને પાયલોટ તમામના અરેરાટીભર્યા મોત થઈ ગયા, આ કિસ્સાને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન (એર એમ્બ્યુલન્સ) ચતરામાં ક્રેશ થઈ જતા પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. રેડબર્ડ કંપનીનું બીચક્રાફ્ટ કિંગ એર B90L એક એર એમ્બ્યુલન્સ હતું.

સોમવાર સાંજ 7:11 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી વિમાને ઉડાન ભરી હતી ત્યારબાદ 7:34 કલાકે એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો અને થોડીવાર બાદ પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયાના જંગલોમાં કાઠિયાતુ નજીક
તૂટી પડ્યું હતું.

વિમાને આગલા સ્ટેશનનો સંપર્ક કર્યો અને કન્ટ્રોલ સોંપ્યો હતો પણ ખરાબ હવામાનને કારણે તે અચાનક રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું, ઘટનાની માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ), કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલટ), સંજય કુમાર (દર્દી), અર્ચના દેવી (પરિજન), ધૂરુ કુમાર (પરિજન), વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર) અને સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) સવાર હતા.

રાંચી ખાતે આવેલી દેવકમલ હોસ્પિટલના CEO અનંત સિંહાએ PTIને જણાવ્યું કે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા એક દર્દીના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે લાતેહાર જિલ્લાના ચંદવાના રહેવાસી દર્દી સંજય કુમાર (41)ને 16 ફેબ્રુઆરીએ 65 ટકા દાઝી ગયેલી હાલતમાં આ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર ચાલુ હતી

સંજયભાઈ પોતે ઢાબાના માલિક હતા અને ઢાબામાં આગ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી જતા અહીં સારવાર માટે લવાયા હતા, જોકે,પરિવારના સભ્યો એવું ઇચ્છતા હતા કે તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવે.જેથી દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે લગભગ 4.30 વાગ્યે હોસ્પિટલથી દિલ્હી માટે લઈ જવામાં આવ્યા હતા.

જોકે,સાંજે એર એમ્બ્યુલન્સને નડેલા અકસ્માતમાં દર્દીની સાથે વિમાનમાં સવાર પરિવારના સભ્યો, ડોકટર,પાઇલોટ સહિત તમામ 7 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય