
UK: લંડન લુટન એરપોર્ટથી સ્કોટલેન્ડના ગ્લાસગો જઈ રહેલા પ્લેનમાં એક મુસાફરના ધાંધલથી ખળભળાટ મચી ગયો. તે ચીસો પાડી કહેતો હતો કે વિમાનમાં બોમ્બ ફૂટશે, ટ્રમ્પનું મોત, અલ્લાહ હું અકબર… મુસાફરની આ હરકતથી પાયલોટે ફ્લાઇટ ડાયવર્ટ કરી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતુ. બાદમાં મુસાફરને ઉતારી દેવામાં આવ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાણો સમગ્ર મામલો…
શું દેખાય છે?
“मैं विमान पर बम गिराने जा रहा हूँ, अमेरिका की मौत, ट्रम्प की मौत – अल्लाहु अकबर”
यह सब हुआ UK से अमेरिका जा रही एक फ्लाइट में,
क्या लगता है यह व्यक्ति किस देश का नागरिक होगा? pic.twitter.com/QRx3XB4jsf
— Dr. Sheetal yadav (@Sheetal2242) July 28, 2025
વીડિયોમાં જોઈ શકાય છે કે 41 વર્ષીય વ્યક્તિ અચાનક ઉભો થઈને નારા લગાવવાનું શરૂ કરે છે. તે જોરથી હાથ હલાવીને કહે છે કે વિમાન રોકો. તેમાં બોમ્બ છે, તેને શોધી કાઢો. તે આટલેથી અટકતો નથી. આ પછી તે રાડો પાડી કહે છે, અમેરિકાનું મોત, ડોનાલ્ડ ટ્રમ્પનું મોત. આ પછી, તે ત્રણથી 5 વખત અલ્લાહુ અકબરના નારા લગાવે છે.
વિમાનમાં રહેલા એક મુસાફરે શું કહ્યું?
તે જ વિમાનમાં બેઠેલા એક મુસાફરે ‘ધ સન’ સાથે ઘટનાની વિગતો શેર કરી છે. તેણે જણાવ્યું કે તે વ્યક્તિ ટોયલેટમાંથી બહાર આવી અને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા. તે ખૂબ જ આક્રમક હતો. આ પછી તેણે કહ્યું કે તેને બોમ્બ જોયો છે. તેની વાત સાંભળીને વિમાનમાં બેઠેલા લોકો થોડા મૂંઝાઈ ગયા. મુસાફરના કહેવા મુજબ તેણે એરલાઇન સ્ટાફને ધક્કો માર્યો અને તેમની સાથે લડવા માટે તૈયાર થઈ ગયો. તેણે કહ્યું કે તે લગભગ છ ફૂટનો મજબૂત માણસ હતો, જેની સામે એરહોસ્ટેસ લાચાર દેખાતી હતી. તે એરહોસ્ટેસને પણ ગાંઠતો ન હતો.
પોલીસે શું કર્યું?
વિમાનમાં રહેલા મુસાફરે આગળ જણાવ્યું કે આ પછી એક વ્યક્તિએ તેને પાછળથી દબોચી લીધો. આ પછી વિમાનનું ગ્લાસગો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. પોલીસે તે વ્યક્તિને હાથકડી પહેરાવીને નીચે ઉતારી લીધો. તપાસમાં બહાર આવ્યું કે વિમાનમાં બોમ્બની ધમકી ખોટી હતી. પોલીસ અને ઇઝીજેટે ઘટના અંગે નિવેદન જારી કર્યું છે. કહેવામાં આવ્યું છે કે સમયસર જરૂરી પગલાં લેવામાં આવતાં બધુ જ ઠીક છે.
જો મુસાફરની આ હરકતથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, સોશિયલ મિડિયા પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા એવું લખ્યું છે કે કયા દેશનો નાગરિક હોઈ શકે. મતલબ લોકોએ પાકિસ્તાન તરફ ઈશારો કર્યો છે. કારણ કે વિમાનમાંથી કંઈ મળ્યું નથી તેમ છતાં તેણે અરાજકતાં ફેલાવી છે. જેને લઈ પાકિસ્તાનની સંડોવણી હોવાની લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો:
બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?
Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો
Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ









