
Ukraine-Russia ceasefire: સાઉદી અરબિયામાં 11 માર્ચે યુએસ અને યુક્રેનના બે મંત્રી મંડોળની બેઠક યોજાઈ હતી. જેમાં યુક્રેન 30ના યુધ્ધ વિરામ કરવા તૈયાર થયું છે. જો કે હજુ સુધી રશિયા સાથે વાત થઈ નથી. જેથી હવે અમેરિકા રશિયા સાથે વાત કરશે. જો તે હા પાડશે તો યુધ્ધવિરામ થઈ જશે. ઝેલેન્સકીએ કહ્યું અમે શાંતિ ઈચ્છીએ છીએ. રશિયા યુધ્ધ વિરામ માટે તૈયાર હોય, તો અમે પણ તૈયાર છીએ.
રશિયાને રાજી કરવું પડશે
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આ યુદ્ધવિરામ ફક્ત આકાશ કે સમુદ્રમાં જ નહીં પરંતુ સમગ્ર મોરચે લાગુ પડશે. તેમણે કહ્યું, ‘યુક્રેન આ પ્રસ્તાવ સ્વીકારે છે, અમે તેને સકારાત્મક માનીએ છીએ અને તેના માટે તૈયાર છીએ.’ હવે અમેરિકાએ રશિયાને આ કરાર માટે સંમત કરાવવાની જરૂર છે. આ યુદ્ધવિરામ ત્યારે જ શક્ય છે જો રશિયા સંમત થાય.
બેઠક પછી, અમેરિકા અને યુક્રેને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે અમેરિકા યુક્રેનને સુરક્ષા સહાય ફરી શરૂ કરશે. સીએનએનના અહેવાલ મુજબ, યુક્રેનિયન અધિકારીએ પુષ્ટિ આપી છે કે યુએસ સુરક્ષા સહાય ફરી શરૂ કરી છે. બેઠક પછી તરત જ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે હવે યુદ્ધનો અંત લાવવાની જવાબદારી રશિયાની છે. અમને આશા છે કે તેઓ તેનો સ્વીકાર કરશે. હવે આ નિર્ણય તેના હાથમાં છે.
ટ્રમ્પ પુતિન સાથે વાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયનું સ્વાગત કર્યું અને જાહેરાત કરી કે તેઓ આ અઠવાડિયે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે આ યોજના અંગે ચર્ચા કરશે. આ ઘટના યુક્રેન માટે ખૂબ જ સારા સમાચાર છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બે અઠવાડિયા પહેલા ઝેલેન્સકી અને ટ્રમ્પ વચ્ચે ગરમાગરમ જાહેર ચર્ચા થઈ હતી. બંને વચ્ચે ગરમાગરમ ચર્ચાને કારણે, અમેરિકા અને યુક્રેન વચ્ચે ખનિજ સંબંધિત સોદો અંતિમ સ્વરૂપ મેળવી શકાયો ન હતો.
યુદ્ધવિરામ પર યુક્રેનની શરતો
યુક્રેનની શરત એ છે કે સમુદ્રથી આકાશ સુધી સંપૂર્ણ શાંતિ હોવી જોઈએ.
યુક્રેનિયન કેદીઓને મુક્ત કરવા, જેથી વિશ્વાસ સ્થાપિત થઈ શકે.
હાલમાં રશિયામાં બંદીવાન યુક્રેનિયન બાળકોને પરત કરવા
આ પણ વાચોઃ અમદાવાદમાં સાગમટે 1543 પોલીસકર્મીની બદલી, જુઓ યાદી
આ પણ વાંચોઃકહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame