
- યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો, ‘રશિયાએ 150 ડ્રોનથી હુમલો કર્યો’
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયાએ શનિવારે રાત્રે લગભગ 150 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો હતો.
તેમણે પોતાના x હેન્ડલ પર આ હુમલાઓ વિશે માહિતી શેર કરી છે અને રશિયા પર વધુ કડક પ્રતિબંધોની માંગ કરી છે.
ઝેલેન્સકીએ લખ્યું, “ગઈ રાત્રે રશિયાએ યુક્રેન પર લગભગ 150 ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલામાં કિવમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક પિતા અને તેની પાંચ વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ હુમલામાં એક બાળક સહિત દસ લોકો ઘાયલ થયા છે.”
“આ હુમલાઓમાં ઝાપોરિઝિયામાં ત્રણ લોકોના મોત થયા હતા, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે.”
ઝેલેન્સકી કહે છે કે રશિયા તરફથી હુમલાઓ રોજિંદા બાબત બની ગયા છે.
તેમણે કહ્યું કે રશિયાએ આ અઠવાડિયે યુક્રેન પર 1,580થી વધુ ગાઇડેડ બોમ્બ, લગભગ 1,100 ડ્રોન અને 15 મિસાઇલ છોડી છે.
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, “તેથી, રશિયન આતંકવાદીઓ સામેના પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા જોઈએ. રશિયા આ પ્રતિબંધોની અસરોથી બચી શકે તેવા દરેક માર્ગને બંધ કરવા જોઈએ. તેના પર વધુ દબાણ લાવવા અને આ હુમલાઓ સાથે યુદ્ધ અટકાવવા માટે નવા નિર્ણયો લેવાની જરૂર છે.”
અગાઉ, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે લગભગ 60 હુમલો કરનારા યુક્રેનિયન ડ્રોનને નિશાન બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી મોટાભાગના દક્ષિણ રોસ્ટોવ વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યા હતા.
રોસ્ટોવના ગવર્નરનો દાવો છે કે એક ડ્રોન એક કાર પર પડ્યું હતું, જેના કારણે કારમાં આગ લાગી હતી અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
આ પણ વાંચો- કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ