Umesh Makwana: ધારાસભ્ય ઉમેશ મકવાણા વિદ્રોહી કે ગદ્દાર?, ભાજપના ભ્રષ્ટાચાર બહાર પાડ્યા હવે AAPનો વારો

 દિલીપ પટેલ

Umesh Makwana: પૂર્વ સાંસદના અંગત મદદનીશ રહેલા બોટાદના ધારાસભ્ય ભાંડા ફોડવામાં હંમેશા આગળ રહે છે. તે લોકોના કામ કરવામાં રસ ઓછો દાખવે છે પણ ભાજપ અને આમ આદમી પક્ષના ભાંડા ફોડમાં વધારે મજબૂત દેખાતા રહ્યા હતા. અગાઉ ઉમેશ મકવાણા(Umesh Makwana) ભાજપમાં વિદ્રોહી હતા, હવે આપમાં ગદ્દારની ભૂમિકા ભજવી રહ્યા હતા. આમ આદમી પક્ષના કાર્યક્રમોમાં જવાનું તેમણે બંધ કરી દીધુ અને આખરે તેઓ ભાજપમાં પક્ષપલટો કરે તે પહેલા આમ આદમી પક્ષે તેમને પક્ષમાંથી પાણીચુ આપી દીધું હતું. હવે તેઓ આમ આદમી પક્ષના ભાંડાફોડ કરી રહ્યા હતા.

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના તત્કાલિન સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ઓગસ્ટ 2020માં ગંભીર આરોપ મૂક્યા હતા. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા કમિશન ભારતી શિયાળ લેતા હોવાનો આરોપ મૂક્યો હતો.

આરોપ મૂકીને બોટાદના સાંસદના પ્રતિનિધિ તરીકે રાજીનામું આપ્યું હતું. પછી તેને આમ આદમી પક્ષે 2022માં ઉમેદવાર બનાવીને બોટાદના ધારાસભ્ય બન્યા હતા. વેસ્ટર્ન રેલવેમાં ઝેડ.આર.યુ.સી.સી (ZRUCC) સભ્ય હતા. ઉમેશે ભાજપના ટોચના નેતાઓનું ધ્યાન ભારતીના ભ્રષ્ટાચાર અંગે દોર્યું હતું. પણ પક્ષે પગલા ન લેતા ઉમેશે રાજીનામું આપી દીધું હતું.

હવે આમ આદમી પક્ષમાંથી તેમને દૂર કર્યા ત્યારે તે ભ્રષ્ટાચારના અને ભાજપ સાથે મેળી પીપળા અંગે વિગતો જાહેર કરી હતી. આમ તેઓ જેમનો પગાર લે છે તેની થાળીમાં તેઓ અનાજ ખરાબ કરે છે.

અલ્ટ્રાટેક, રેલવે, નેશનલ હાઈવે અને સરકારી ગ્રાન્ટના કારણે રાજીનામું આપ્યું હતું. અલ્ટ્રાટેક, રેલવે, નેશનલ હાઈવે અને સરકારી ગ્રાન્ટ ભાજપના સાંસદ ભારતી શિયાળ દ્વારા લાંચ લેવામાં આવી હોવાનો આરોપ હતો. ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે તેના કરતા ભાજપના તમામ રાજીનામું આપી દીધું હોવાનું તેમણે જાહેર કર્યું હતું. તેઓ ભાજપના કાર્યકર બની ગયા હતા.

ગ્રાન્ટમાં 20 ટકા લાંચ

ડૉ. ધીરુ અને ડૉ. ભારતીએ 9 વર્ષમાં ભ્રષ્ટાચાર કરીને ભાજપ સાસંદની કિંમત પાઇની કરી નાખી હોવાનો આરોપ ઉમેશે લગાવ્યો હતો. કોઈ પણ કામ માટે કોઈ પણ કાર્યકર્તા ગ્રાન્ટ માંગે એટલે કુનેહથી કમિશન માંગતા હતા. પતિ-પત્ની સાથે રહીને ટકાવારી નક્કી કરીને ગ્રાન્ટ ફાળવે છે. બ્લોક અને બાકડાની ગ્રાન્ટમાં કમિશન  અને બાકડા બનાવનાર પાસે બીલ વધુ રકમનું મુકાવી કુનેહથી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ પત્રિકામાં મૂક્યો હતો.

ઉપાધ્યક્ષ

2020થી 2023 સુધી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેતાં તેમના દ્વારા વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં રૂ. 1 કરોડ 25 લાખનો ખર્ચ થયો તે ખર્ચમાં સાંસદ તરીકે રૂ. 10 લાખની મદદ કરવાની હતી. જાહેરમાં કહ્યું હતું કે તે રૂ. 10 લાખ આપશે. 10 લાખ રકમ મુકેશભાઈ લંગાળીયાએ વિધાનસભાની ચૂંટણી ફંડમાંમાંથી એડજસ્ટ કરી આપી હતી.

કાર્યાલય કૌભાંડ

ભાવનગર ભાજપનું જિલ્લા કાર્યાલય રૂ. 4 કરોડના ખર્ચે બન્યું ત્યારે 20 લાખ આપવાનું કહીને એક રૂપિયો ન આપ્યો. ભારતી શિયાળ પહેલા ભાવના મકવાણા સાંસદ હતા.
અનુગામી તરીકે હાલ શિવા ગોહિલ ભાવનગરના સાંસદ છે.

સિમેન્ટ કંપની

કોળી સમાજના ખેડૂતોની જમીન પચાવી અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પાસેથી મોટી લાંચ લઈને પોતાના સમાજના ગામો વેચી દીધા હોવાનો આક્ષેપ કર્યા હતા. ગેરકાયદેસર માઇનિંગને કારણે આસપાસની જમીન બિનઉપજાઉ બની હતી. અને તેના માટે ભારતીબેન શિયાળને જવાબદાર ઠેરવ્યા હતા.

ભાજપના લાંચીયા સાંસદ

સાંસદ લાંચ લે છે તેની ફરિયાદ કરી હતી. બોટાદ – સાબરમતી અને ઢસા-જેતલસર મીટર ગેઝનું બ્રોડગેજ ફેરવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ હતો. તેમાં પણ સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા મોટી લાંચ લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા.
ઉમેશે પશ્ચિમ રેલ્વેમાં વિભાગીય સમિતિના મેનેજરને ભ્રષ્ટાચારના પુરાવા આપ્યા હતા. રેલવેના ભ્રષ્ટાચારની ફરિયાદ કર્યા બાદ એક સમિતિની રચના થઈ હતી. જે ભ્રષ્ટાચારની તપાસ કરી રહી હતી.

સાંસદના નામે પતિની સહી

ભાજપના સાંસદ ભારતી શિયાળની સહી તેના પતિ દ્વારા કરવામાં આવતી હોવાનો આરોપ ઉમેશે મૂક્યો હતો. મહિલા તરીકે સ્થાન આપ્યું નથી. સાંસદ તબીબ વૈદ્ય છે, છતાં તેમની આવી હાલત છે. એમ ઉમેશ નારણ મકવાણાએ જણાવ્યું હતું.

200 કરોડની રોયલ્ટી

200 કરોડની રોયલ્ટી ચોરીનો આરોપ હતો. ખાનગી કંપનીને બ્લેકમેલ કરી તેની પાસેથી લાંચ લીધી હોવાનો આરોપ. મત વિસ્તારનો એક પણ તાલુકો એવો બાકી નહીં હોય કે તેની મિલકત ન હોય.

રાષ્ટ્રીય ધોરી માર્ગ

ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે પર રૂ. 2 હજાર કરોડનાં પ્રોજેક્ટમાં ભારતી શિયાળ દ્વારા મોટા પાયે લાંચ લીધા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ પુરૂં કરવા ભાવનગરના સાંસદ ભારતી શિયાળે સંસદમાં માગણી કરી હતી. 2017માં માર્ગ પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો હતો. પુરો થયો ન હતો. નાના કોન્ટ્રાકટરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  નાના કોન્ટ્રાકટરોને નાણા સમયસર ચૂકવવામાં આવતા નહીં. હોવા સંસદમાં રજૂઆત કરી હતી.

નવેમ્બર 2023માં આરોપ
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક પત્રિકા કાંડ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. સુરત બાદ હવે ભાવનગરના સાંસદ ભારતી અને પતિ ધીરૂ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકા હતી. સાંસદની ગ્રાન્ટમાંથી 15થી 20 ટકા કમિશન લેવાઈ રહ્યા છે. સાથે જ ગંભીર આરોપ આ પત્રમાં એવો લગાવવામાં આવ્યો હતો. જે પત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ભાવનગરના સાંસદ અને તેમના પતિ વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 10 મુદ્દાનો પત્ર ઉમેશ દ્વારા લખાયો હોવાનો આરોપ હતો. કારણ કે તેમણે અગાઉ પત્રકાર પરિષદમાં આરોપો મૂક્યા હતા એવા જ આરોપ પત્રમાં હતા. પતિ ડો. ધીરુ શિયાળ પત્રિકા અંગે પોલીસ ફરિયાદ કરી તપાસ કરાવવાના હતા.

જમીન લીધી

સિહોર તાલુકા GIDCમાં 70 વીઘા જમીન લીધી જેમાં બેંકમાંથી ગોઠવણ કરી હતી.

9 કિલો સોનું

8 થી 9 કિલો સોનું ખરીદ્યું હોવાનો આક્ષેપ હતો.

ટિકિટ વેચી

રાજસ્થાન પ્રદેશના સંગઠનના પ્રભારી તરીકે જવાબદારી ભાવનગરના સાંસદ ભારતીને સોંપવામાં આવી હતી. એ સમયે તેમણે વિધાનસભાની ટિકિટ માટે પૈસા લઈને સેટિંગ કર્યું. રાજસ્થાન વિધાનસભાની  ટિકિટ માટે પૈસા લઈને સેટિંગ શરૂ કર્યું. આ અંગે તપાસ કરશો તો કલ્પના ન હોય તેવું કૌભાંડ ભારતીબેન શિયાળ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું બહાર પડશે. આવા ઉમેદવારો રીપીટ ન કરવા સૌ કોઈની લાગણી અને માંગણી છે.

સાંસદ તબીબ છે

તળાજાથી કોળી નેતા અને સલાહકાર આયુર્વેદિક પ્રેક્ટિશનર ડૉ. ભારતી ધીરુ શિયાળે ભાવનગરથી ભાજપની સીટ પરથી લોકસભા ચૂંટણી 2014, 2019માં સાંસદ બન્યા. તેઓ તળાજાથી 2012માં ધારાસભ્ય હતા. જન્મ 23 માર્ચ 1964ના રોજ ભાવનગરમાં થયો હતો. 7 ડિસેમ્બર 1986ના રોજ ભારતીનાં લગ્ન ડૉ. ધીરુ બી. શિયાળ સાથે થયા. બે દીકરી છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની ગુલાબકુંવર આયુર્વેદ કોલેજથી ડૉ. ભારતી શિયાળે BAMSનો અભ્યાસ કર્યો હતો.

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બે વખત

ડૉ. ભારતી શિયાળે 15.59 કરોડ રૂપિયા ભાવનગરમાં 2014થી 2019 સુધી વાપર્યા હતા. દરેક સાંસદને રૂ.25 કરોડની ગ્રાન્ટ મળી હતી. જિલ્લા અધિકારી દ્વારા 21.67 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી 17.5 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા.

મંદિરનો વિવાદ
ભાવનગરના શિવાજી સર્કલ જકાતનાકા પાસે માર્ગ બનાવવાના બહાને ગરીબોના ધંધા અને ખોડિયાર માતાજીના મંદિર પર બુલડોઝર ફેરવી દઈને ધ્વંસ કર્યું હતું. તે જ જગ્યાએ સાંસદ ભારતી શિયાળએ ચૂંટણી કાર્યાલય બનાવી નાખ્યું હતું. ગરીબો અને મંદિરને હઠાવીને તેઓ સાંસદ બન્યા હોવાથી લોકો માફ કરી શક્યા નથી.

કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, અલ્ટ્રાટેક કંપની સાથે તેમનું શું સંબંધ છે. રેલ્વેમાં ભ્રષ્ટ્રાચાર, રાષ્ટ્રીય ધોરી માર્ગ ધમકાવીને પૈસા પડાવે છે. રાજીનામું આપી દેવું જોઈએ. સંસદનું નામ ભ્રષ્ટાચારમાં ખદબદે છે. સાંસદ ભ્રષ્ટાચારમાં લપેટાયા છે. તેમણે પ્રજા સમક્ષ ખુલ્લા કરે.

આ પણ વાંચો:
 

Related Posts

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ
  • December 14, 2025

 Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલની 100 જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર બિન્દાસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 14 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 17 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 19 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 32 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી